Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધીર દેસાઈ
અભયકુમારે એની પાસે વાત મૂકાવડાવી કે સ્વર્ગ માં કોઈ કંઈ છુપાવતું નથી. જે હાય તે સત્ય જ કહી દે છે. પણ રહિયે ચારીની વાત કહી જ નહીં. એણે તો ધણું સતકર્મ કર્યા છે એવી વાત ઉપજાવી કાઢી.
આખરે હારીને અભયકુમારે રાજા પાસે પોતાની હાર કબૂલ કરી કે એ પોતે રૌહિણેય પાસે ચોરીની વાત કબૂલ નથી કરાવી શકો. પણ ચોર એ જ છે. રાજાએ રોહિણેયને બેલાવો કહ્યું કે, મને ખબર છે કે તું જ ચાર છે. જે તું તારી સાચી વાત કહી દઈશ અને ગુહા કબૂલ કરી લઈશ તે હું તને માફ કરી દઈશ, આ સભાની વચ્ચે હું તને વચન આપું છું કે તને કોઈ શિક્ષા કરવામાં નહીં આવે. પણ તારે મને જણાવવું પડશે કે તું આ અભયકુમારની યોજનામાં કેમ ન ફસાયો.
રોહિણેયે કહ્યું, “હું રાજન્ ! આ બધા પ્રતાપ મહાવીર સ્વામીની વાણુનો છે. એમણે કહ્યું હતું કે, “દેવને પરસેવો વળતો નથી. આંખ ઉઘાડબંધ થતી નથી. ચાલતી વખતે એમના પગ જમીનને અડકતા નથી. પુષ્પની માળા કરમાતી નથી. ' મને જ્યાં રાખવામાં આવ્યું હતું એ સ્વર્ગ છે એમ કહેવામાં આવ્યું હતું. ત્યાં આનાથી બધુ વિપરીત જ હતું. એટલે હું સમજી ગયો કે આ બધી મારી પાસે મારા અપરાધ કબૂલ કરાવવાની રમત છે. મને હવે થાય છે કે મહાવીર સ્વામીના આટલા જ શબ્દ અને કારાગૃહ અને ફાંસીની સજામાંથી બચાવી શકતા હોય તે એમની વાણી ને હું વધારે સાંભળે તે મારા અનેક જન્મના બંધનમાંથી મુકત થઈ શકું. હવે આપ રજા આપે તે મારી ઇચ્છા મહાવીર સ્વામીના ચરણોમાં જઈને બેસવાની છે. લોકોનું દ્રવ્ય મેં કયાં કયાં છુપાવીને રાખ્યું છે તે બતાવવા હું તૈયાર છું ?
આમ મહાવીર સ્વામીના બે-ચાર વાકયોએ રોહિણેયની જિંદગીમાં આમૂલ પરિવર્તન કરી
રોહિય મોક્ષને રસ્તે ચડી શક્યો એની પાછળ ત્રણ કારણ દેખાય છે. (૧) એના પિતા લેહખુરે એને મહાવીર સ્વામીની વાણી સાંભળવાની ને કહી હતી. એટલે કે એને મહાવીર
સ્વામીની વાણીની શક્તિ પ્રત્યે સજાગ કર્યો હતે. (૨) એણે મહાવીર સ્વામીની વાણી–ભલે થોડા શબ્દો દ્વારા પણુ–સાંભળી, સંભળાઈ ગઈ અનર છીએ પણું. (૩) એ વાણી સાંભળવાથી મળેલ નાનને કારણે જ એ સજામાંથી બચી ગયે. એટલે કે એની ભૂમિકા રચાઈ ગઈ હતી, મેક્ષને માર્ગે ચડવાની. એણે અનેક ખરાબ કાર્યો કર્યા હતાં. છતાં એને સજા ન થઇ. એણે એની આંતરિક સૂઝને જાગ્રત કરી દીધી.
આમ ભ્રમમાંથી સચ્ચાઈ ઉપર આવવાની આ રૌહિણેયની વાત છે. વળી એક બીજી વાત યાદ આવે છે. અત્યારે પ્રત્યભિજ્ઞાની. એમાં પણ આવી જ વાત જોવા મળે છે. આમ વિચારતાં રામભદ્રસૂરિની આ રચના કયાં કયાં આપણને ફેરવી શકે છે એ જોઈ ખરેખર આશ્ચર્ય થાય છે. શકય છે એમણે આ બધી પશ્ચાદભૂમિકા સાથે આ પ્રકરણ લખ્યું હોય. કદાચ એવું ન પણ હોય. જે હોય તે, એમનું આ પ્રકરણ આપણને અનેક રીતે વિચારતા કરી મૂકે છે.
For Private and Personal Use Only