Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૂતાદ–એક સમસ્યા પૂર્ણ નાટક
વિજય પંડયા
સંસ્કૃત સાહિત્યના ઈતિહાસમાં દૂતાગદના ઉલેખ માટે ઘણીવાર સાહિતર કારણે જવાબદાર બને છે. છતાં દૂતાણદ સાહિત્યિક ગુણવત્તાવિહીન છે એમ તો નહીં જ કહી શકાય. ભલે એ. બી કીથ આ રૂપકના સાહિત્યિક ગુણો “ નગણ્ય' ગણતા હોય.
દૂતાલ્ગદના કર્તા સુભટ વિશે આપણી પાસે ખાસ માહિતી નથી. સુભટ તેરમી સદીના પૂર્વાર્ધમાં અષ્ણહિલવાડ પાટગુના ચાલુકય વંશના રાજવી ભીમદેવ બીજાના સામંત વિરધવલના મંત્રી વસ્તુપાલના સાહિત્યમંડળ સાથે સંકળાયેલા હતા. સુરત્સવ અને કાતિકૌમુદી મહાકાવ્ય અને ઉદલાધરાધવ નાટકના રચયિતા સામેશ્વર સુભટની પવિન્યાસની શક્તિની પ્રશંસા કરતા પિતાના મહાકાવ્ય કાર્તિકોમુદીમાં લેષયુક્ત ઉક્તિ કહે છે :
સુમન ઘાસઃ સ. વોઝજિ(f) સમિત સ; }
येनाधुनापि धीराणां रोमाञ्चो नापचीयते ।। સુભટે (દ્ધાએ ) સભામાં એવો તો પદન્યાસ ( અંગદ યોદ્ધાએ એવો તો પિતાને ચરણ સ્થા) કર્યો કે હજુ પણ ધીર (વીર) પુરુષોને રોમાંચ શમતો નથી.
આ પદ્ય સ્પષ્ટ રીતે દૂતાલ્ગદ નાટકને અને ખાસ તે રાવણની સભામાં અંગદ-રાવણના આમને-સામનેના દશ્યને ઉલેખ કરે છે.
દૂતાગદ નાટક દિવંગત કુમારપાલની સ્મૃતિમાં વસતોત્સવ પ્રસંગે, રાજા ત્રિભુવનપાલ (ઈ. સ. ૧૨૪૨-૧૨૪૪)ની આજ્ઞાથી અશુહિલવાડમાં ભજવાયું હતું.
નાટકની પ્રસ્તાવનામાં તાડગદને' ' છાયાનાટક” તરીકે ઓળખાવવામાં આવ્યું છે. દૂતાળદની આ ઓળખે સમસ્યા ઊભી કરી છે. “છાયાનાટક'ના અર્થ વિશે વિદ્વાનોએ ધણી ચર્ચા કરી છે. વધુમાં “છાયાનાટક ' શબ્દને કારણે દૂતાગ્ગદથી પણ વધારે સમસ્યાઓ પિતાનામાં સમાવનાર “મહાનાટક” કે “હનુમન્નાટક” સાથેના દૂતાલ્ગદના સંબંધને પણ પ્રશ્ન ખડો થાય છે.
સ્વાદયાય', પૃ. ૩૪, અંક-, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૩૫-૧૪૦.
* સંસ્કૃત વિભાગ, ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૩૮૦ ૦૦૯. ૧ કીથ એ. બી., ધી સંસકૃત ડ્રામા, યુનિ. પ્રેસ, ૧૫૯, પૃ. ૨૬e.
૨ સાંડેસરા ( . ) ભેગીલાલ, લીટરરી સર્કલ ઓફ મહામાત્ય વસ્તુપાલ એન્ડ ઈસ કેન્ટીબ્યુશન ટુ સંસ્કૃત લીટરેચર, સીધી જૈન સિરીઝ, વોલ્યુમ-૩, ૧૯૫૩, ૬.૬૧.
For Private and Personal Use Only