Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈજયંતી શેટે
સાહિત્યદર્પણ વગેરે ગ્રંથ માં વર્ણવ્યા પ્રમાણે ઈહામૃગનાં મુખ્ય લક્ષણે આટલા જણાય છે : ઇહામુગમાં ભૂગની જેમ બલભ્ય સ્ત્રોન માટેની ઇચ્છાથી પ્રેરાયેલ નાયક કાર્યશીલ બને છે. દેવી કે માનુષ નાયક અને પ્રાંતનાયક પ્રખ્યાત અને ધીરાદાત્ત હાવ, કયારેક કોઈક દિવ્યસ્ત્રીને એની ઈરછા વિરુદ્ધ હરી જનારનો એને માટે પ્રેમ પણ પ્રગટ થતો હોય અને નાટકમાં મુખ, અતિમુખ અને નર્વહણ એ ત્રણ જ સંધિઓ હાય.
* દ્રૌપદી સ્વયંવર ”માં આ બધા લક્ષણે જણાવે છે. દ્રૌપદીને પામવાની ઈચ્છાથી નાટકમાં રાજા બા એકત્ર થયા છે, અજુન સિવાયના બધા ઉમેદવારોને માટે એ ઈહા મૃગજળ સમી નીવડે છે. અર્જુનને નાયક લેખીએ તે બાકીનાને ઘતિનાયક લેખી શકાવે. મહાભારતમાંથી કથાનક લેવાયું હાઈ બધાં પાત્રો જણીતાં છે. અર્જુન, દુર્યોધન, શકુન, કુપદ વગેરે માનુષ છે, કૃષ્ણને તેની અલૌકિક શક્તિઓને કારણે દૈવી ગણી શકીએ.
કથાનકનું પૃથકકરણ કરતાં ઈહામુશને આવશ્યક ત્રણ જ સંધિઓ નાટકમાં જણાય છે. મુખ પ્રમુખ, ગ, વિમા અને નિર્વહગુએ પાંય સંધિ એ અને બી , બિન્દુ, પતાકા, બકરી અને કાર્ય એ પાચન સંજનથી નાટક વિકસે છે, “ દ્રોપદી સ્વયંવર ”માં શરૂઆતમાં કૃષ્ણ દ્રૌપદીના વિવાહ તથા તેને માટેની શરત વિશે માહિતી આપે છે તેમાં મુખ સંધિ રહેલી છે, તેમાં કથાનકનું બીજ રોપાય છે અને ભીમને કૃષ્ણ કર્ણ પાસેથી બાણ લાવવાની સલાહ આપે છે તેમાં કાર્યને ગત મળેલી જોઈ શકાય છે. શરત પૂરી કરવા એક પછી એક રાજાઓ પ્રવરત્ન કરે છે અને કુશળતાથી કૃષ્ણ તેમને અસફળ પુરવાર કરે છે. આમ, કથાનક તેના મુખ્ય ધ્યેય તરફ આગળ વધે છે. અહીં પ્રતિમુખસંધિ રહેલી છે. અર્જુન નિયત કરેલા શરત પૂરી કરે છે અને દ્રોપદીને પ્રાપ્ત કરે છે. સભામાં હાજર રહેલા અન્ય રાજાઓના વિરોધને કૃ દબાવી દે છે. આમ બધાં જ વદને દુર થાય છે અને અર્જુનને દ્રૌપદીની પ્રાપ્તિ થાય છે તેમાં નિર્વાહ સંધિ રહેલી છે.
આમ, મુખ્યત્વે બહુ સંધિ અહીં જોવા મળે છે. પરંતુ જ્યારે એક પછી એક વીર રાજા શરત પૂરી કરવા પ્રયત્ન કરે છે ત્યારે એમ લાગે છે કે કથાનકનું મુખ્ય ધ્યેય પ્રાપ્ત નહીં થાય. આ શંકામાં વિમર્શ સંધિને એક આછા આછા વર્તાય છે.
નાટકનું મુખ્ય તત્ત્વ છે રસ, અને આ નાટકમાં વીર રસની સાથે સાથે અદ્દભુત રસનાં પરિપથી નાટક વધુ આસ્વાદ્ય બને છે.
સમસ્ત નાટકમાં કયાંય જૈનધર્મ કે જૈનસંપ્રદાયનો ઉલ્લેખ મળતું નથી છતાં ડે યુ. પી. શાહે કયા કારણસર તેને સમાવેશ જૈનસાહિત્યમાં કર્યો હશે તેની સ્પષ્ટતા થતી નથી. વિજયપાલ જૈન સંપ્રદાયના છે પરંતુ તેથી તેમની કૃતિને જૈનસાહિત્યમાં સમાવી શકાય ? નાટકની ભજવણીની દષ્ટિએ વિચાર કરીએ તે વિજયપાલનું દ્રોપદી સ્વયંવર એ એક નોંધપાત્ર પ્રદાન છે.
છ જુએ, ધનંજયકૃત રામ, બ. ચોખા , વારાણસી, ૧૯૦૯, ૫. ૨૨૬ ઉપર
ईहा चेष्टा मगस्येव स्त्रीमात्रार्था पत्र ।
For Private and Personal Use Only