Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજય પંડયા
પરંપરાગત સંસ્કૃત નાટકથી કેટલીક બાબતમાં આ નાટક થા વિલક્ષણ પણ છે. પૃ-૧૨, ૧૩ ૯૪, ૯૮, અને ૯૯ ઉપર એક લાંબી પાંડિત્યપૂર્ણ સમજુતી આપવામાં આવી છે, તેના કારણે સ્વાભાવિક જ નાટકનાં વેગમાં વિક્ષેપ આવે છે. વિદ્વાન સંપાદક પ્રદ્યુમ્નવિજયજીએ કરીના રંગમંચ સાથે આવી સમાનતા દર્શાવીને ખુલાસો કર્યો છે.
આ નાટકમાં રંગસૂચના અને નાટકના પાત્રની ઉક્તિ બન્નેનું મિશ્રણ થતું જોઈ શકાય છે. જેમ કે –
विजयेन्द्र :...-प्रिये निशीथसमयः प्रवत्तो वर्ततेत: सौधतलमलक्रियत.मिति वदन् प्रियां हस्ते विधत्य तत्त्वप्रपञ्चनेन समं सपरिवारः परिकामति क्षणान्तः सोपानमलंकुर्वाणः सौधमधिरोहति ।
ખરેખર નાટક પ્રકારમાં આવા વર્ણનને સ્થાન જ ન હોય. આ વાન અને વિજયેન્દ્ર (જે વિજય છે !)ની ઉક્તિ બને મિશ્રિત થઈ ગયાં છે, આવી વિલક્ષણતા આનાથી વધુ વ્યાપક રૂપે હનુમન્નનાટકમાં જોવા મળે છે. હનુમન્નનાટકનો રચનાકાળ નકકી કર અધરો છે. જે આ સમયના, ગુજરાતના સંસ્કૃત સાહિત્ય અને સાંસ્કૃતિક જીવનને ઈતિહાસ લખવામાં આવે તે આવાં નાટકો ઘણું જ મહત્ત્વની સામગ્રી પૂરી પાડે. ટૂંકમાં આ એક અત્યંત નોંધપાત્ર નાટક છે અને ગુજરાતનું પણ સંસ્કૃત નાટય સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન ગણાશે.
For Private and Personal Use Only