Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ યશપાલનું
રાજપરાજય-એક રૂ૫ત્મક નાટક
બદ્ધ કરવાનો આદેશ આપે છે. ધર્મકુંજર નગરશ્રીને જણાવે છે રાજાએ એને બધાં દૂષોને હદપાર કરવા માટે આદેશ આપ્યો છે, જેથી શત્રુના માણસોને પ્રવેશ બંધ થશે અને કૃપાસુંદરીની ઈચ્છાપૂર્તિ થશે. ઘુત, માંસ, મદ્યપાન અને હત્યા જેવા દૂષણોને દૂર કરવા રાજાએ આદેશ આપે છે. ચોરી અને ભેળસેળ કરનારા તો પહેલેથી જ બહિષ્કૃત થયા છે. વેશ્યાવ્યસન ૨હ્યું કે ન રહ્યું તેનું કંઈ ખાસ મહત્વ નથી. ધર્મકુંજર આ લોકોની શોધ કરે છે. એ ઘૂ ત, તેની પત્ની અસત્યકન્ડલી, તેમજ મદ્ય, જાંગલક, સૂના અને મારી સાથે મળે છે. તેઓ બધાં રાજાના ધર્મ પરિવર્તનની અને એમના હદપારની વાત કરે છે. રહમાણુ ૧૨ વર્ષના હદપારની વાત કરે છે. ધર્મકુંજર બધાને પકડીને રાજાની પાસે લાવે છે. રાજાની સમક્ષ બધાં પિતાની દલિલે કરતાં જણાવે છે કે પહેલાના બધા રાજાઓએ એમને આશ્રય આપ્યો હતો, તેથી રાજ્યને ખૂબ આવક થતી હતી. રાજા કોઈનું માનતો નથી અને બધાને હદપારને આદેશ આપે છે.
પાંચમા અંકમાં વિવેકચન્દ્ર પ્રથમ રંગભૂમિ પર આવે છે. કૃપસુંદરીના કુમારપાલ સાથેના વિવાહથી એ ખૂબ પ્રસન્ન છે (જિનમડન મુજબ એ સંવત ૧૨૧૬માં થયે-માર્ગ, શ. ૨ ). તે રાજા પાસે જાય છે. શત્રુની હિલચાલ જાણવા મોકલેલે જાસૂસ જ્ઞાનદર્પણ રાજાને પિતાને અહેવાલ રજૂ કરે છે. મોહરાજાના સેવમાં રાગ, દ્વેષ, અનંગ, કો૫, ગર્વ, દમ, પાખરડ, કલિકન્જલ, મિયાત્વરાશિ, પંચવિષય, પ્રમાદ, પાપકેતુ, શેક અને શૃંગારસ છે. બધાં જ વ્યસને એ એને આશ્રય લીધો છે. કીર્તિમંજરી અને પ્રતાપ મહરાજાને કુમારપાલ ઉપર આક્રમણ કરવા પ્રેરે છે. મંત્રી પુણ્યકેતુ રાજાને હેમચન્દ્રાચાર્યે રાજ માટે મોકલેલ-ગોળશાસ્ત્રનું કવચ અને વિંશતિવીતરાગસ્તુતિની ગુટિકા આપે છે. કવયથી રાજાનું રક્ષણ થશે અને ગુટિકાથી એને અદશ્ય થવાની શક્તિ પ્રાપ્ત થશે. પછી રાજ રાગ વગેરેની છાવણીઓ જુએ છે અને પછી મેહરાજાની નજીક આવે છે. મહરાજ મંત્રી પાપકેતુ સાથે કદાગમ નામક જાસુસ પાસેથી શત્રુના અહેવાલ સાંભળે છે. કદાગમ કુમારપાલના કૃપાસુંદરી સાથેના વિવાહની વાત કરે છે અને જણાવે છે કે હવે તે મહરાજ ઉપર આક્રમણ કરશે. આ સાંભળતાની સાથે મહરાજા પોતાના સિપાહીઓને બોલાવે છે. રાજા કુમારપાલ પિતાના મોઢામાંથી ગુટિકા કાઢી પ્રગટ થાય છે. પછી યુદ્ધ થાય છે, જેમાં કુમારપાલ મહરાજ ઉપર વિજય મેળવે હતું અને વિવેકચંદ્રને ફરીથી જનમવૃત્તને રાજ બનાવે છે.
કથાવસ્તુનો મૂળસ્રોત અને પરિવર્તન
સિદ્ધરાજ અપુત્ર હતા. ત્રિભુવનપાલની પત્ની કાશ્મીરાદેવી. તેને ત્રણે પુત્રો કુમાર પાલ, મહીપાલ અને કાર્તિપાલ. કુમારપાલનો ઈ. સ. ૧૧૪૨ માં રાજયાભિષેક થશે. જેનધર્મને પ્રભાવક કુમારપાલ કુલધર્મ અનુસાર શિવને ઉપાસક હતો. અનેક અભિલેખોમાં તેને ' ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે. રાજ્યારોહણ પછી અનેક વર્ષો સુધી યુદ્ધોમાં રોકાયેલો રહ્યો હતો. પચાસવર્ષની વયે ગાદીએ આવેલ સજા આમ કરતાં ૬૫ વર્ષના થઈ ચૂક. હવે સાંઝામિક વિજયેની લાલસા ત્યજી ધાર્મિક અભ્યદયના માર્ગે વળે. અમાત્ય વાહડ દ્વારા રાજાએ હેમચન્દ્રાચાર્યને સક્રિય સત્સંગ સામે અને દિનપ્રતિદિન જૈનધર્મમાં એને અનુરાગ વધતો ગમે. આખરે
For Private and Personal Use Only