Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશશ્ચંદ્રકૃત મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ
વિભૂતિ વિ, ભદ
જૈન ગૃહસ્થ વણિક યશશ્ચંદ્ર આ પ્રકરણ રચ્યું છે. ઘટવંશના તેમના પિતા પદ્મચંદ્ર સપાદલક્ષ રાજાના આશ્રિત હતા. યશચંદ્રના દાદાનું નામ ધનદેવ હતું. ગુર્જરેશ્વરના સપાદલક્ષના રાજાઓ સાથે પરાપૂર્વથી સંધર્ષ ચાલ્યા આવતા હતા, પરંતુ કુમારપાલ અને સિદ્ધરાજના સમયે તે રાજય ગાઢ પણે સંકળાયેલું હોવું જોઈએ. આથી સપાદલક્ષ નિવાસી યશશ્ચંદ્ર કવિએ અણુહિલપુરના આ અગત્યના ધાર્મિક અને શાસ્ત્રીય વાદ-વિવાદ પર સ્વતંત્ર સંસ્કૃત પ્રકરણ રચ્યું.
આ કવિએ અણહિલપુર નિવાસી શ્રી હેમચંદ્રાચાર્ય પાસે શિક્ષણ મેળવેલું. દક્ષિણ ભારતના કર્ણાટકથી દિગમ્બરાચાર્વાગ્રણી શ્રી કુમુદચંદ્ર ઉત્તર ગુજરાતના અણહિલપુરમાં આવીને હેમચંદ્રાચાર્યના ય ગુરુ શ્રી દેવસૂરિ-રાજ્યાશ્રિત તાંબર જૈનધર્મના અગ્રણીની સાથે દાર્શનિક શાસ્ત્રાર્થવાદ-વિવાદ કરેલે, એ પ્રસિદ્ધ પ્રસંગને નિર૫તું આ સંસ્કૃત પ્રકરણપ્રકારનું રૂપક છે.
જૈન મધતાંબર હેમચંદ્રના શિખ્ય ઉદયચંદ્ર, દેવચંદ્ર, બાલચંદ્ર, મહેન્દ્રસૂરિ, રામચંદ્રગુણચંદ્ર વગેરે કવિ યશશ્ચંદ્રના ગુરુબંધુ હતા. યશશ્ચંદ્રને વિવિધ શાસ્ત્રીય જ્ઞાન અને કાવ્યસર્જનકલા વારસાગત મળ્યાં હતાં એમ પ્રસ્તુત પ્રકર ઝુમાં આ રીતે દર્શાવ્યું છે :---
कर्ताऽनेकप्रबन्धानामत्र प्रकरणे कविः ।
માનન્દ્રાથમદ્રાસુ યશશ્ચક રુfક કુતઃ || ૬. . . / યશશ્ચંદ્ર અનેક પ્રબંધ રયા એમ કહેવાય છે ખરું, પરંતુ રાઉનમતોત્રનોધ નામનું જૈન સાહિત્ય પર આધારિત નાટક જ રચ્યું હોવાનું અત્યાર સુધીમાં જ્ઞાત થયું છે ?
અણહિલપુર નિવાસી શ્રી હેમચંદ્રાચાર્યના ગુરુ શ્રી દેવચંદ્રસૂરિ (વિ. સં. ૧૧૪૩-૧૨૨૬) આ પ્રકરણના મુખ્યપાત્ર જેવો ભાગ ભજવે છે. તેમનું ગૃહસ્થ નામ પૂર્ણ ચંદ્ર હતું. તે પછી ભરૂચના મુનિચંદ્રસૂરિના શિષ્ય થયા પછી તેમનું નામ રામચંદ્ર થયું. આચાર્યપદ પ્રાપ્ત થયા પછી તેમનું નામ દેવસૂરિ અને બાદમાં વિજયી થયા પછી “વાદિદેવસૂરિ' તરીકે પ્રખ્યાત થયા. થડા વખત પછી અણહિલપુરમાં તેઓએ નિવાસ કર્યો. તેઓએ “પ્રમાણનયતરવાનાર ' ગ્રંથ અને તેના પર ચાદ્વાદશત્મા નામની સ્વોપણ ટીકા રચી છે. આ દેવસૂરિએ આ ઉપરાંત
“સ્વાદયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર-ગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૨૧-૧૨૮.
* જે. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૮.
૧ કાપડિયા હી. ૨, ‘જેન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ', ખંડ ૧, વડોદરા, ૧૯૫૬, પાદટીપ નં. ૬, પૃ. ૧૮૦,
૨ શાહ અંબાલાલ છે, “ ભાષા અને સાહિત્ય ', “ સેલંકીકાલ”, “ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', સં. ૪ (ગુ. રા. સ. ઈ. ), અમદાવાદ, ૧૯૭૬, પૃ. ૨૯૬, સ્વા૦ ૧૬
For Private and Personal Use Only