Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નલિની દેખાઈ
નાટયશાસ્ત્રને અગ્રંથો જેવાં કે ભરતમુનિનું નાટયશાસ્ત્ર; ધનંજયકૃત દશરુ૫ક; વિશ્વનાથકૃત સાહિત્યદર્પણ: આનન્દવર્ધન રચિત વન્યાલક ઇત્યાદિમાં રુપક વિષે વિસ્તૃત ચર્ચા છે. ધનંજય દશર્ષકમાં તૃતીય પ્રકાશમાં થાયેગની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે.
ख्यातेतिवृत्तो व्यायोगः ख्यातोद्धतनराश्रयः ॥१०॥ हीनो गर्भविमर्शाभ्यां दीप्ताः स्युडिमवद्रसाः । अस्त्रीनिमित्तसङ्ग्रामो जमदग्नजये यथा ॥ ६१ ॥ एकाहाचरितकाङ्को व्यायोगो बहुभिर्नरैः। (तृतीयप्रकाश )
આમ ધનંજયના મતાનુસાર પણ બાગનું કથાવસ્તુ પ્રસિદ્ધ, નાયક પ્રખ્યાત ઉદ્ધત માનવ હોવો જોઈએ, ગર્ભ વિમર્શ સંધિને અભાવ; હાસ્ય શૃંગાર સિવાયના રસનું આલેખન, ભી સિવાયના નિમિત્તે યુદ્ધનું વર્ણન હોય છે. કથા એક દિવસ ને એક જ અંકમાં વિરમે છે. પુરુષ પાત્રોની સંખ્યા વધુ હોય છે. નાટયદર્પણમાં સ્ત્રી પાત્રો ઓછાં હોવાં જોઈએ એવી સ્પષ્ટતા કરી નથી. દશરૂપકની વૃત્તિમાં ધનિક વ્યાયેગની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે.
व्यायुज्यतेऽस्मिन् बहवः पृरुषा इति व्यायोगः।१०
નિભયભીમવ્યાયાગનું સમીક્ષાત્મક મૂલ્યાંકન
પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ થતાં બાયોગ પરથી જણાઈ આવે છે કે ગુજરાત તેમજ અન્ય પ્રાંતમાં નાટકકાર અને પ્રેક્ષકવર્ગમાં રૂપકને આ પ્રકાર અતિપ્રિય અને પ્રચલિત હતો.
નાંદીમાં જૈનધર્મના તપ અને રાણાદિ પર વિજય પ્રાપ્ત કરવાના સિદ્ધાંતના ઉલ્લેખ સાથે પક્ષ રીતે જેનસૂરિઓને વંદન કર્યા છે. પ્રસ્તાવનામાં રામચંદ્ર ખૂબ જ આત્મગૌરવ સહિત પિતાને હેમચંદ્રાચાર્યના શિષ્ય અને સે પ્રબન્ધના કર્તા ૪ ણાવે છે.
सूक्तयो रामचन्द्रस्य पूर्णेन्दुः कलगीतयः ।। स्वातन्त्र्यमिष्टयोगश्च पञ्चैता हर्षवष्टयः ।। २ ।।
પ્રસ્તુત લેકમાં રામચંદ્રસૂરિની લેકપ્રિયતા અને સ્વાતંત્ર્યપ્રિયતા વ્યક્ત થાય છે. સ્વાતંત્ર્ય શબ્દ જેનદર્શનના જન્મોજન્મના બંધનમાંથી મોક્ષ મુક્તિ મેળવવાની આકાંક્ષાને નિર્દેશ કરે છે એવું જણાય છે. પ્રસ્તાવનાને અંતે રામચંદકત નિર્ભયભીમવ્યાયોગને પ્રયોગ દર્શાવવાનો ઉલ્લેખ છે. ભીમ અને દ્રૌપદીના પ્રવેશ સાથે રૂપકની શરૂઆત થાય છે.
૯ ધનંજય, “દશરૂપક', સં. વ્યાસ ભલાશંકર, ચખા વિદ્યાભવન, વારાણસી, ૧૯૬૭, પૃ. ૧૭૭, ૧૭૮.
૧૦ એજન, ૫. ૧૭૮.
For Private and Personal Use Only