Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયભી મમાયમ : એક અયન
બન્ને કથાઓમાં અંતે નગરજને બકાસુરના વધથી રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત થાય છે. આમ બન્નેમાં અંત સરખા જ છે. લેખકે કરેલા ફેરફારો અનિવાર્ય છે એમ ન કહી શકાય; પરંતુ મૌલિક અને નાથ્યોચિત તે છે જ.
ઉપરોક્ત મૌલિક ફેરફારો ઉપરાંત નિર્ભયભીમવ્યાયોગના પ્રસંગોનું હર્ષવર્ધનના નાગાનંદ નાટકના ૪ અને ૫ અંકના પ્રસંગો સાથે સામ્ય દષ્ટિગોચર થાય છે. નાગાનંદના જીમૂતવાહનના બલિદાનને પ્રસંગ, વધશિલા પાસેના પ્રસંગો અને નાગે ધારણ કરેલા લાલ રંગના વસ્ત્રો; નાગની માતાની અસહાય પરિસ્થિતિ અને કરુણ વિલાપ, નાગાનંદની નાયિકાને આત્મહત્યાનો પ્રયાસ; ઇત્યાદિ પ્રસંગે અને વર્ણનેની સ્પષ્ટ અસર વર્તાય છે. વ્યાગનાં લક્ષણે
શ્રી રામચંદ્રસૂરિએ ગુણચંદ્ર સાથે રચેલાં નાટ્યદર્પણમાં રજૂ કરેલા ભાગના સ્વરૂપનું અવલોકન કરીએ. દશ્ય અને શ્રાવ્ય કાવ્યમાં દશ્યકાવ્ય અંતર્ગત રૂપકના ૧૨ પ્રકારોમાં નાટ્યદર્પણની વ્યાખ્યાનુસાર પાંચ પ્રકાર વ્યાયોગ છે. રામચંદ્રસૂરિ નાટયદર્પણમાં વ્યાયેગની * વ્યાખ્યા આ પ્રમાણે આપે છે.
एकाहचरितकाङ्को, गर्भामर्शविजितः। अस्त्रीनिमित्तसङ्ग्रामो, नियुद्धव-स्पर्धनोद्धतः ॥ ९॥ स्वल्पयोषिज्जनः स्यात-वस्तुदीप्तरसाश्रयः ।
अदिव्यभूपतिस्वामी, व्यायोगो नायिका विना ॥ १० ॥ (द्वितीयविवेके ) ' 'અહીં જણાવ્યા પ્રમાણે વ્યાયેગમાં એક જ અંક હોય છે. મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ અને નિર્વહવું એ પાંચ સંધિમાંથી ગર્ભ અને વિમર્શ સંધિને અહીં અભાવ હોય છે. એટલે ત્રણ જ સંધિ હોય છે. વ્યાયોગમાં યુદ્ધનું વર્ણન હોય છે પરંતુ એ યુદ્ધ સ્ત્રી નિમિત્તે થતું યુદ્ધ નથી હોતું; અન્ય કારણથી ઉદ્દભવેલું યુદ્ધ હોય છે. ઈતિવૃત્ત પ્રખ્યાત હોય છે. હાસ્ય, શૃંગારરસ વજિત છે, મુખ્યત્વે વીરરસ હોય છે. નાયિકાને અભાવ હોય છે. પુરુષપાત્રોની સંખ્યા ઓછી હોય છે. નાયક ધીરદ્ધત હોય છે જે દેવ કે રાજા ન હતા માનવ જ હોય છે. વ્યાયાગમાં એક જ દિવસની કથા અને પ્રસંગે એક જ અંકમાં આવરી લેવામાં આવે છે. ક્રોધ અને વીરરસથી ઉરોજીત ધીરોદ્ધત નાયક સમયને વ્યય સહન નથી કરી શકતા એ કારણે વ્યાયોગમાં એક જ દિવસના પ્રસંગે એક જ અંકમાં આવરી લેવામાં આવે છે. એક જ અંકને અંતે ફલાગામ ભજવાય છે. વ્યાયોગમાં ભારતી, સાત્વતી અને આરભટી વૃત્તિ હોય છે. સ્ત્રીપાત્રોની ન્યૂનતા અને શૃંગારરસના અભાવને કારણે કેશિકી વૃત્તિને અવકાશ નથી, વીરરસ પ્રધાન આરભરી વૃત્તિને વાચાગમાં વિશેષ સ્થાન મળે છે. વિવરણમાં વાયેગ શબ્દ
= વિરોળ, મા = સમતાત્, વૃષ્યન્ત = વાયfઈ રમત્તેતિ સ્થાપોનઃ એ પ્રમાણે દર્શાવ્યો છે.
૭ રામચંદ્ર ગુણચંદ્ર, 'નાટથદર્પણ', સં. સાંડેસરા બી. જે , ગાયકવાડ એ૨િ. સિરીઝ, ગ્રંથ ૪૮, વડોદરા, ૧૯૫૯, પૃ. ૧૦૮.
૮ એજન, પૃ. ૧૦૯.
For Private and Personal Use Only