Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નલિની દેસાઈ
અહીં વનના રમણીય પ્રદેશનું સુંદર વર્ણન છે. જે ભવભૂતિની વર્ણનકલા સાથે ઘણું સામ્ય ધરાવે છે.
અહીં સુધી વનપ્રદેશમાં દ્રૌપદી ભીમના વિહાર અને પ્રકૃતિનું વર્ણન કર્યા બાદ નાટ્યકાર મુળકથા તરફ પ્રયાણ કરે છે. એ સ્થળની જમીન અત્ર તંત્ર વેરાયેલાં અસ્થિઓ અને રકતથી ભીની થયેલી જોઈને દ્રોપદી આ ભૂમિ સ્મશાનભૂમિ હોવાને સંદેહ વ્યકત કરે છે, અને બીજે જવાની ઇચ્છા દર્શાવે છે. પરંતુ પ્રત્યુત્તરમાં ભીમસેન જણાવે છે કે, આવી સમૃઢતસુમ
વા: મશાનભૂમિ ન હોઈ શકે. ત્યાં રહેલા મiદરના દ્વારપાળને ભીમસેન પ્રશ્નો પૂછે છે, પ્રથમ તો દ્વારપાળ ખેદપૂર્વક મોટું કથાનક કહેવાનો ઈન્કાર કરે છે; પરંતુ ભીમસેન દ્વારા અભયવચને મળતાં દ્વારપાળ વૃત્તાંત જણાવે છે કે આ પર્વત પરના જગલમાં ત્રણે જગતમાં વિખ્યાત એવો બક નામે રાક્ષસ રહે છે. બધા નગરજનેનું ભક્ષણ કરી જાય, એવા
યથી નગરજને દરરોજ એક માણસને અહીં રાક્ષસના આહાર નિમિત્તે ઉપહાર તરીકે મોકલવાનું નક્કી કર્યું છે. એ પ્રમાણે જે ઘરને વારો હુંય તે ધરની એક વ્યકિત અહીં આવીને વધ્યશીલા પર સૂવે છે. નિર્ધારિત સમયે બકાસુર પર્વત ઉપરથી આવીને એની વિકરાળ દ્રષ્ટા વડે એ પુરુષનું ભક્ષણ કરે છે. હમણાં જ ઉપહારપુરૂષને આવવાનો સમય થયો છે.
આ કથાનક સાંભળી દ્રૌપદી અને ભીમસેન ખૂબ વ્યથિત થાય છે. સ્ત્રીસહજ ભીરતાથી દ્રૌપદી ભીમસેનને રાક્ષસ આવે તે પહેલાં પલાયન થઈ જવા જણાવે છે. એ સમયે જ વધનિમિત્તે નિર્ધારિત પુરષ એની માતા અને પત્ની સહિત પ્રવેશે છે. ભીમસેન અને દ્રૌપદી એ ત્રણેને વાર્તાલાપ ગુપ્ત રીતે સાંભળે છે. દ્રૌપદી આ સ્થાનથી દૂર જતા રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે પરંતુ ભીમસેન તેને પાંડુ કુલોચિત શૌય દર્શાવી અસહાય વધ્યપુરુષના ત્રાતા બનવાની ઈચ્છા દર્શાવે છે. અહીં વધ્યપુરુષ એની માતા અને પત્ની વચ્ચેના સંવાદનું અત્યંત કરુણ રીતે આલેખન થયું છે. વધ્યપુરુષ સાથે માતા અને પત્ની પણ આત્મસમર્પણ કરવાની તયારી દર્શાવે છે.
શ્રીસહજ ભાવથી પ્રેરાઈને દ્રૌપદી આ કરૂણુદશ્ય ન જોઈ શકવાથી અન્ય સ્થળે જવા સુચન કરે છે. પરંતુ ભીમસેન દઢપણે વધ્યપુરુષનું રક્ષણ કરવા નિર્ણય લે છે. આમ છતાં દ્રૌપદી ભીમને અપરિચિત પુરુષ માટે બલવાન રાક્ષસ સાથે યુદ્ધ કરી જાનનું જોખમ ન લેવા સમજાવે છે.
ઉપહાર પુરુષનો જ0 રાઇ જfમ ! એવો ઉદ્દગાર સાંભળીને ભીમસેન સહસા ઉપસ્થિત થઈ ગયું છHI સર્વથા ત્રાતા ! એમ જણાવે છે. પરંતુ રાક્ષસના ભયથી ભયભીત વધ્યપુરુષ ભીમને જ રાક્ષસ સમજી મૂર્શિત થાય છે. દ્રોપદી આ તે પાંડુપુત્ર તારા રક્ષણાર્થે ઉપસ્થિત છે એમ જણાવે છે ત્યારે માતા અને પત્ની પણ સાંત્વન અનુભવે છે. ભવથી બંધ આંખવાળા પુત્રને જણાવે છે કે તારા રક્ષણાથે કોઈ પરમેશ્વર પધાર્યા છે. પત્ની પણ જણાવે છે કે એ રાક્ષસેશ્વર નથી પરંતુ જીવિતેશ્વર છે.
For Private and Personal Use Only