Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ, ન, ભદ વિદ્યાધર રાજની પુત્રી ક સુંદરી સાથે લગ્ન કરવાના છે. મંત્રો તેને રણવાસમાં દાખલ કરે છે અને રાજા સર્વપ્રથમ તેને સ્વપ્નમાં અને ત્યારપછી તેને ચિત્રમાં જુએ છે. તે પ્રેમમાં પડે છે અને રાણી ઈર્ષાળ બને છે. તેણી તેઓની મુલાકાતમાં ખલેલ પાડે છે. અને એક વખત કર્ણસુન્દરીને વેશ પિતાને તેમજ રાજ આગળ રજૂ કરવા માટે ધારણ કરે છે. પછીથી તેણી રાજાને કણ સુન્દરીના વસ્ત્રોમાં રહેલા એક છોકરા સાથે પરણાવવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ મંત્રા સમયસૂચકતાપૂર્વક વેશધારી સુન્દરીને બદલે ખરેખરીને અવેજીમાં મૂકે છે અને વિદેશની જીતના રિવાજ મુજબના સમ!ચારધી નાટકને અન્ત આવે છે, જે કાલિદાસ હબ અને રાજશેખરના સંમરને એક એકાધિકાર ઢગલો બની રહે છે.
પ્રથમાંકની પ્રસ્તાવનામાં ત્રણ મંગલ શ્લોકો નાન્દી રચે છે. પ્રથમ શ્લેક એક જૈન સંત (અહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવા, બીને ભગવાન શિવની કૃપાથી સંતાપના નાશ માટે પ્રયત્ન કરે છે, અને ત્રીજો એવી અભિલાષા વ્યક્ત કરે છે કે શ્રીના પતિના દષ્ટિપાતે જેઓ કુતૂહલ અને પ્રેમના રસના કારણે અલસ (ધીમા) છે તે વિજયવંત થાવ.
નાન્દીના અંતે સૂત્રધાર રંગમંચ પર દાખલ થાય છે અને ઉષાના પ્રકાશનું અને અસ્ત થતા ચન્દ્રનું સુંદર વર્ણન કરે છે. મુંગા કબુતરોવાળા વેસ્યાઓના કાઠાઓ પ્રેમીઓના સંગની સુખદ નિદ્રા સૂચવે છે. પૂર્વ દિશા દાડમના ફૂલને ઉપહાસ કરે છે અને (ફૂલની ) કળિયેનું સોન્દર્ય ધરાવતા તારાઓ વૃક્ષ સમાન આકાશમાં વિરલ થતા જાય છે અને પશ્ચિમમાં ચન્દ્રબિંબ કસ્તૂરીમૃગની આંખને પિંગળ રંગ બતાવે છે.
સૂત્રધાર અને નટીના સંવાદમાં સૂત્રધારના વિધાનથી એમ જાણવા મળે છે કે અણુહિકલપાટણના રાજાની સર્વોચ્ચ સત્તા હેઠળ મંત્રી સંપન્કરે આયોજિત મહાન યાત્રા ઉત્સવ દરમિયાન સામન્ત રાજાઓ ભગવાન નાબેયના મંદિરમાં કપાકાંક્ષી કર્મકાડના ઉત્સવ નિમિત્તે નવા નાટ્યપ્રયોગને નિહાળવા ભેગા થયા છે.
નેપમાંથી કલેક સાંભળીને સુત્રધાર નાટિકા કર્ણસુન્દરીની શરૂઆત ઉપર તેની પ્રસન્નતા વ્યક્ત કરે છે અને શ્લોક ૧૦માં તેના લેખક તરીકે કવિ બિહૂના અને કથાવસ્તુના નાયક તરીકે ભીમદેવના પુત્રના પિતાના નામોનું વિધાન કરે છે. લોક ૧૩ આપણને માહિતી આપે છે કે ચાલુક્ય રાજાઓના વંશના પૂર્ણચન્દ્ર રાજા કર્ણરાજ વિદ્યાધરેન્દ્રની પુત્રો જે નેત્રોત્સવરૂપ અને સૌંદર્યના શુંગા વિશ્રમથી વિભૂષિત હતા તેની સાથે લગ્ન કરીને ત્રણે લોકોમાં વખણાયેલ વૈશ્વિક સર્વોચ્ચ સત્તા પ્રાપ્ત કરે છે.
શુદ્ધવિઠંભક મહામાન્ય પ્રણિધિની સ્વગતોક્તિથી પરિપૂર્ણ છે. તેમાં ક્રિયા વિરલ છે. શબ્દોની રમત માટે લેક ૨૩ને ઉત્તરાર્ધ ખાસ નોંધપાત્ર છે. દા. ત.
જગત્તિ માતાવિત પરિવરાત્રિૌત્ર.
ध्वानाकृष्टप्रहृष्टप्रचुरपुरवधूवीक्ष्यमाणा गृहाणि ॥ २३ પછી રાજા અને વિદૂષક દાખલ થાય છે. પ્રેમપીડિત રાજ (ઉત્સુકતાથી) શ્લોક ૨૬ ગાય છે જે નાયિકાના આનન્દદાયી સોંદર્યનું અત્યંત સુંદર શૃંગારિક વર્ણન છે.
૩ કાપમાલામાં સર્વ પ્રથમ સંપાદિત ૧૮૮૮, સરખા કીથ "સંસ્કૃિત લિટરેચર', પાન ૬૪-૬૬.
For Private and Personal Use Only