Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલ્લિકામકર્દમ્—એક અધ્યયન
4G
નાટકના મૂલ્યાંકનમાં જોઈશું તા મલ્લિકામકરતી વાર્તા તે નાટકને main plot છે. ( જ્ઞધિકારી વસ્તુ) છે. અને સાથે દર્શાવેલી મતેરમા અને વૈશ્રવણની કથા તે વતા છે, કેમ કે વૈશ્રવણ કે જેનું પોપટમાં રૂપાંતર થયું હતું તેને મકરૢ તેના અસલ સ્વરૂપમાં સ્થાપિત કર્યાં તેથી મારમા અને વૈશ્રવણે ખુશ થઈ તેના ઉપકારને બદલે વાળવા સાધ્વી ગન્ધમૂષિકાના કૃપાપાત્ર બની યુક્તિપૂર્વક અને પ્રેમીઓને એક કર્યાં. અહીં ગન્ધમૂષિકાની યુક્તિ પ્રયુક્તિથી થયેલું મલ્લિકામકરંદનું મિલન એ પ્રકરી તરીકે ઓળખાય છે, કેમ કે અહીં નાટકમાં ગન્ધષકાના પાત્રને પ્રવેશ ફક્ત નાયક નાયિકાને મદદ કરવાના ઉદ્દેશ્યથી જ કરવામાં આવ્યો છે. અહીં ખૂબ જ બુદ્ધિચાતુર્યાંથી main plot અને sub--plot તે વણી લીધા છે.
આમ લેખકે
લેખકે સમગ્ર નાટકમાં વદર્દી શૈલીને ઉપયોગ કર્યાં છે. ઘેાડા પ્રસ ંગેામાં કે જ્યાં લેખકે વીર, ભયાનક, રૌદ્ર અને અદ્ભુતરસની નિષ્પત્તિ કરી છે ત્યાં ગૌડી રીતિને પ્રયાગ કર્યો છે. તેની ભાષાશૈલી સાદી, સરળ અને સુગ્રાહ્ય છે. સંવાદેł પણ ખૂબ જ આકર્ષક અને ટૂંકા છે. લેખકે નાટકમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષાથી માંડી પરિકર, પયક્તિ, કાવ્યલિંગ, મુદ્રા વગેરે ૨૩ જેટલા અલંકારાના ઉપયેગ કરી પોતાનું કાવ્ય પર પ્રભુત્વ સિદ્ધ કર્યું છે. અલંકારની સાથે સાથે તેમણે અનુષ્ટુપ, વસંતતિલકા, મન્દાક્રાન્તા જેવા છાનેા પ્રયાગ કરી પોતાની વિદ્વત્તા સાબિત કરી છે. વળી સમગ્ર નાટક દરમ્યાન એમણે પ્રસંગને અનુરૂપ અનેક સુભાષિતા અને સુક્તિઓને પ્રચુર
માત્રામાં ઉપયોગ કર્યો છે. દા. ત.
सर्वाऽपि महती सिद्धिः क्लेशान्तरितसंभवा । विद्यावधूटीमाप्नोति सोढा काय:- मनः क्लमान ॥ १.९ ॥
પ્રથમ અંકમાં સૂત્રધાર નાયક વિશે પ્રસ્તાવના પૂરી કરે છે. ત્યારે નેપથ્યમાં રહેલે નટ કે જે મકરંદનુ પાત્ર કરવાને હોય છે તે સ્ટેજ પર આવવા ખૂબ જ ઉતાવળા બની જાય છે ત્યારે સૂત્રધાર તેને આ સુભાષિત કહી સંભળાવે છે. આમ અર્થાન્તરયાસ અલંકારને પ્રયાગ કરી લેખક નાટકમાં નાયક અનેક શારીરિક, માનસિક મુશ્કેલીએ વેઠી કેવી રીતે વછૂટી પ્રાપ્ત કરે છે તેના અસાર આપે છે.
લેખક નાટકમાં પ્રયોજેલી સુક્તિએ પણ સુંદર સંગ્રહ કરવા યોગ્ય છે. જેમ કેઃ
(૧) મટ્ટો નાનાવિવાર નાત્। પાન ન` ૧૫
(૨) ન નામ સખિ ધર્માણિ પરિક્ષયમવેક્ષ્યન્તે। પાન નં ૨૬
(૩) મપીલોજિ સમયે સલ: પ્રયĂ: । ૬, ૧૪ ॥
(૪) અથવા વ્યસનાથમેલેલું નાત્ । પાન નં. ૧૩
સમગ્ર નાટકના અભ્યાસ કરતાં લાગે છે કે લેખકનું વ્યક્તિત્વ નાટ્યકાર તરીકે સારુ` એવું ઉપસે છે. તેમ છતાં તેમના નાટકમાં કેટલીક જગ્યાએ ત્રુટિ પણુ દેખાય છે. જેમ કે ગન્ધમૂષિકાના પાત્ર વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી, ચિત્રલેખાના પતિ કે જે વિદ્યાધરરાજ્યને રાજા જૈનતેય છે.તેણે ચિત્રલેખાને ત્યાગ કર્યા પછી તેના સબધે કોઈ ઉલ્લેખ મળતા નથી, તેમજ ચિત્રલેખા રીધી. વિદ્યાધરરાજ્યમાં પાછી કેવી રીતે આવી ! વગેરે બાબતે અસ્પષ્ટ છે. વળી
For Private and Personal Use Only