Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરેશચંદ્ર ગે. કાંટાવાળા
મૂલાધાર છે અને આમ નાટયશાસ્ત્રના નિયમોને રામચન્દ્ર અનુસરે છે. નાટકના વરતુ માટે મહાભારતના નળાખ્યાનના વસ્તુમાં આવશ્યક પરિવર્તન અને સુધારા વધારા તે કરે છે અને આમાં નાટયકારની મૌલિકતાના દર્શન થાય છે. વાસ્તુવિકાસ સુંદર રીતે થાય છે અને ભાવિવિકાસ સાથે જિજ્ઞાસા થતી રહે છે. વસ્તુગૂંફન એટલું સુંદર છે કે કોઈપણ પ્રસંગ પૂર્વ અથવા અપર પ્રસંગ સાથે અસંલગ્ન દેખાતા નથી. રામચંદ્રસૂરિ જૈન હોવા છતાં એક કુશળ નાટકકાર હતા. મહાભારતના નળાખ્યાનાન્તર્ગત કેટલાક પ્રસંગે, પાત્રો ઇત્યાદિને અત્રે અસ્વીકાર અને તેમના સ્થાને અન્યનું સર્જન કે વિનિગ નાટકકારનું રંગમંચ, નાટયકલાનું જ્ઞાન સૂચવે છે; દા. ત. મહાભારતના હંસને ત્યાગ અને તેને સ્થાને “કલહ સ” નામક પાત્રનું સર્જન અને પાત્રના નામમાં “હંસ ” શબ્દને સમાવેશ. વળી “ કલહંસ” શબ્દ અર્થપૂર્ણ છે. કલહંસ એ રાજહંસ છે, મહાભારતમાં હસ પોતાના મધુર કલરવથી દમયન્તીના મનનું આકર્ષણ કરે છે. દમયન્તીના મનને નેલ તરફ
આકર્ષવાની મધુર અને આકર્ષકકલા “ કલહ સ” શબ્દમાં ધ્વનિત થાય છે. રંગમંચની દષ્ટિએ વિચારતાં એ સુવિદિત છે કે હંસપક્ષોને રંગમંચ ઉપર રજુ કરવું કઠિન છે, રજૂ કરવાની અગવડતા આ પરિવર્તન માટે જવાબદાર છે અને તે સ્વાભાવિક છે. કલહંસ નલને વિશ્વસનીય સુહદ્ છે અને પ્રેમના ઘનીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે; તે ખરેખર “Touતા ” (૩. પૃ. ૩૯) છે. આ પરિવર્તન કાવ્યમય અને નાટયકલાની દૃષ્ટિએ સુંદર છે. સાંસ્કૃતિક અને સામાજિક દષ્ટિએ યાયાવર નાટકમંડળીઓને ઉલેખ, તેમના દ્વારા રજૂ કરાતાં નાટકને અને તેમાંયે સ્પર્ધાના ઉ૯લેખ રસપ્રદ અને માહિતીસભર છે (દ્રષ્ટ્રવ્ય ૬. પૃ. ૬૭).
મહાભારતમાં કટકનાગ નલના રૂપમાં પરિવર્તન લાવે છે. જીવન ના રંગમંચ ઉપર રજૂ કરવો એ કઠિન કાર્ય છે; અને રામચંદસૂરિને ખ્યાલ છે; તેથી તેઓ ગુજરાતમાં પ્રચલિત માન્યતા–“પિતૃઓ તેમના વંશજોને સર્પ રૂપે દેખા દે છે.”-ને સુંદર ઉપગ ના હેતુ માટે કરે છે. આમ નલના પિતૃ ઉપસ્થિત થાય છે અને તેને કદરૂપે બતાવે છે. રૂપપરિવર્તન નાટયદષ્ટિએ અગત્ય ધરાવે છે. વિપર્યાસિત રૂ૫માં નલ “ બાહુક” નામ ધારણ કરે છે. આ ઉપરાંત નાટકકાર નાટકમાં બીજ પણ સુધારાવધારા, પરિવર્તન કરે છે. અંક ૬માં અભજ્ઞાન અને પુનમલનના દસે ગર્ભકદશ્ય દ્વારા સુંદર રીતે નાટકકાર જે છે. (૬. મૃ. ૬૭ અને પછીના). અહીં કરુણરસ પરમસીમાએ પહોંચે છે. કરુણરસ અતિ કરુણ બને છે. (ત્તિવાળો રસ: ૬. પૂ. ૬૮) ગર્ભાકની પ્રવિધિ ભવભૂતિના “ ઉત્તરરામચરિતમાં પણ પ્રાપ્ત થાય છે. અહીં પણ કરુણરસ પરમ સીમાએ પહોંચે છે, જ્યારે રામ મૂર્ણિત બને છે (અંક. ૭, પૃ. ૨૦૧ ).
૬ નવિ., જી. એ. એસ., ૨૯, પ્રસ્તાવના, પૃ. ૧૧ અને પછીના. આ “ પ્રસ્તાવના ”માં સંપાદકે અને અન્ય લેખકોએ તેમના ગ્રંથમાં મહાભારત અને અન્ય ગ્રંથમાંથી આ નાટકમાં કરેલાં પરિવર્તન અને ઉમેરાની સુંદર ચર્ચા કરી છે, એટલે અટો તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું નથી.
૭ દ્રષુખ્ય પાદનોંધ ૬
૮ તુલનીય ઉતરવાળારં વતે ઉત્તરરામચરિતમ, અંક ૭, સંપાદક છ. કે. ભટ્ટ, સૂરત, ૧૯૫૬, પૃ. ૧૨૮, કોર્નય: +. I એજન, ૭, ૧૨, પૃ. ૧૦૪.
For Private and Personal Use Only