Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલિકામકરન્દામ–એક અધ્યયન
મીના પાઠક*
પ્રાસ્તાવિક :
ગુજરાતમાં સંસ્કૃત સાહિત્યક્ષેત્રે રાજન લગભગ ઈ. સ. પૂર્વે ૩૫૦ થી થતું આવ્યું છે. તે પછી મોર્યકાળથી શરૂ કરી ગુપ્તકાળ, મૈત્રકકાળ અને અનુમૈત્રકના સમય દરમ્યાન પણ સંસ્કૃત સાહિત્ય રચાતું રહ્યું હતું, તેના ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ સંસ્કૃત સાહિત્યને સુવર્ણયુગ તે સોલંકીયુગ જ કહી શકાય. આ સમય (ઈ. સ. ૯૪૫ થી ઈ. સ. ૧૩૦૦) દરમ્યાન સિદ્ધરાજ જય સહ, કુમારપાળ, અજયપાળ વગેરે રાજાઓ થઈ ગયા. તેમના રાજ્યાશ્રયમાં શ્રી હેમચંદ્રાચાર્ય, દેવેન્દ્ર સુરિ, મેરતુંબ, ચંદ્રપ્રભાસૂરિ જેવા અનેક લેખકો, કવિઓ થઈ ગયા. તેમાં એક શ્રી રામચંદ્ર પણ હતા. તેઓ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના પટ્ટશિષ્ય તરીકે જાણીતા છે. તેઓ પિતાની ઘણી બધી કૃતિઓમાં પોતાને ઉલ્લેખ આ પ્રમાણે કરે છે – શ્રીમદ્દાવાર frણેજ પ્રધશતirળા રામવા વિરત્તિi..... વળી તેઓ હેમચંદ્રાચાર્ય વડે ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત થયેલા હતા તે ઉલેખ “પ્રભાવરિત 'માંથી જાણવા મળે છે. તેઓ પ્રત્યુપન્નમતિ અને શીઘ્રકવિત્વ શક્તિ ધરાવતા હતા. તેનાથી પ્રસન્ન થઈ તેમને સિદ્ધરાજ જયસિંહે “કવિકટારમલ નું બિરૂદ આપ્યું હતું.
આ કવિએ પિતાના સમય દરમ્યાન ( ઈ. સ. ૧૧૨૫ થી ઈ. સ. ૧૧૭૩) વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું હતું. તેમાં ૧૩ જેટલાં નાટકો, સ્તોત્રો, કાવ્ય, સ્તવન, નાટયદર્પણ, દધ્યાલંકાર વગેરે મુખ્ય ગણના પાત્ર કૃતિઓ છે. તેમના ૧૩ જેટલાં નાટકો પૈકી એક મલિકામકરન્દમ્' પ્રકરણની અહીં ચર્ચા કરવામાં આવી છે..
“સ્વાદયાય', પુસ્તક ક૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૮૧-૮૮.
* પ્રાચવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
૧ પંડ્યા શાંતિકુમાર. “ સંસ્કૃત રૂપ અને મહાકાવ્યો', પ્ર. ભોગીલાલ લહેરચંદ ભારતીય સંસ્કૃતિ સંસ્થાન, દિલ્હી, ૧૯૯૨, પૃ. ૩-૬
૨ માલકામકરદ”, “નલવલાસ', “નિર્ભયભીમ યામ”, “રઘુવિલાસ” વગેરે
કુ પ્રભાસે દ્રસૂરિ પ્રભાવક ચરિત, સં. શ્રી જિનવિજયમુનિ, પ્ર. સિધી જેનરન્થમાલા, કલકના ૧૯૪૦, “હેમચન્દ્રસૂરિચરિતમ ” બ્લેક ૧૨૯-૧3૪. - ૪ મરતુંગસૂ૨, “પ્રબંધચિંતામણિ', શ્રી જિનવિજયમુનિ, પ્ર. સિંધી જેન જ્ઞાનપીઠ, શાંતિનિકેતન, બંગાળ, ૧૯૧૬, ‘રિરાજાદિ બધ્ધ ' ક નં. ૫, ૬૩.
૫ એજન, પાદટીપ નં. ૧, પૃ. ૨૪ - 1,, . સ્વા ૦ ૧૧
For Private and Personal Use Only