Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાદપણુ 'મા ૩૨૫૭ વિધાન
૪
૭
તેને “પિડી ' કહે છે. એકમેક સાથે ગૂંથાઈને નૃત્ય કરે તેને શું ખલા ' કહે છે અને તેમાંથી છૂટા પડી અલગ થવાની નનક્રિયાને “ભેઘક' કહે છે. વેલીની જેમ ગૂંથાવાની નનક્રિયાને
લ : બંધ' કહે છે. અમ શાસકના ભા. દ. અનુસાર ચાર ભેદ છે (1) પિંડીબંધ (૨) શુંખલા (૩) ભેદક અને (૪) લતાબંધ. * અભિનવભારતી' માં પણ ‘ રાસક અને નૃત્યને પ્રકાર માનવામાં આવે છે જેમાં અનેક નર્તકીઓ દ્વારા વિવિધ પ્રકારના તાલ અને લય પ્રત્યે જવામાં આવે છે. તે મસૃગુ અને ઉદ્ધત બંને પ્રકારનું હોય છે. તેમાં ૬૪ જેટલા યુગલો હોય છે.
ભરતમુનિએ ‘પૂર્વ રંગ”માં પ્રાતા નૃત્તના સંદર્ભમાં “પિંડી” સંજ્ઞા લે છે. તે એક “ આકૃતિ-વિશેષ ' છે, જેમાં નર્તકી આયુધોને અથવા વિવિધ દેવતાઓના વાહન–ગજ, સિંહ વગેરે–ને આકાર નૃત્ત થકી દર્શાવે છે. ભરતમૃનિ પિંડીના ચાર ભેદ વર્ણવે છે () પડી (૨) શું ખલક () લતાબંધ અને (૪) ભેદ્યક. અભિનવગુપ્ત આ નૃત્તને સામૂહિક ના માની તેના બે પ્રકાર કહ્યા છે (1) સજાતીય અને (૨) વિજાતીય. સજાતીય પ્રકારના નૃત્તમાં બે નર્તકીઓ “ સમાન દાંડી ધરાવતા બે કમળ સદશ ' આકાર ધારણ કરે છે “ એકનાલ આવદ્ધ કલિયુગલવત’ જ્યારે વિજાતીય પ્રકારના નૃત્તમાં એક નર્તકી ' હસની આકૃતિ' અને બીજી નર્તકી જાણે “દાંડી સહિત કમળને હસિનીએ ધારણ કર્યું હોય ” તેવી આકૃતિ ઊભી કરે છે. ગુલમ શું ખલિકા'માં ત્રણ નર્તકીઓ તથા “લતા ’માં ચાર નર્તકીઓ પરસ્પર જોડાય છે.
ભસ્તમુનિની દષ્ટિએ આ બધા આકારે (૧) શિક્ષાગ ( ) યોનિયન તથા ( ૩) ભદ્રાસનની મદદ વડે ઊભા કરી શકાય છે. આધુનિક નૃત્યવિવેચકો પિંડીભેદને સમૂહનને પ્રકાર માને છે. પિંડી શબ્દ ગુલ્મ-ગુરઇને અર્થ સૂચવે છે. આ એક પ્રકારનું સમૂહનૃત્ય હાઈ શંક જેમ નકો યા નર્તકીઓનું વૃંદ પાસે પાસે રહી “ ગુરછ ને આભાસ ઉભો કરતું હોય. “ખલિકા” એ અન્ય પ્રકારની નૃત્યરચના હોઈ શંક, જેમાં નર્તક-નેતંકીઓ એકબીજાને હાથ પકડી સાંકળ-શૃંખલા બનાવતા હોય; “લતાબધ’ એવી નૃત્વરચના સૂચવે છે કે જેમાં નર્તકો એકબીજાના ખભે પિતાના બાહુ મૂકતા હોય અને “ભેદ્યક' પ્રકારની નૃત્યરચનામાં નર્તક સમૂહમાંથી છૂટા પડી પૃથફ રીતે વ્યક્તિગત અંગ સંચાલને કરતા હોય.
(૧૦) નાટ્યરાસક
સાહિત્યદર્પણ'માં “નાટયશાસક 'નું લક્ષણ આ પ્રમાણે નિરૂપવામાં આવ્યું છે. તેમાં એક જ અંક હાય છે. તેને નાયક ઉદાત્ત અને ઉપનાયક પીઠમ હોય છે. તે હાસ્યરસ પ્રધાન હોવા ઉપરાંત તેમાં શૃંગારરસ પણ જાય છે. તેની નાયિકા વાસકસજજા હેય છે. તેમાં મુખ અને નિર્વાહણ સબ્ધિ હોય છે. બહુવિધ તાલ, લય ઉપરાંત તેમાં દસ લાસ્યાગ પ્રયુક્ત થાય છે. કેટલાકના મતે તેમાં પ્રતિમુખ સિવાયની ચાર સબ્ધિઓ હાઈ શકે તેના ઉદાહરણ છે, * વિલાસવતી ' ( ચાર સબ્ધિથી યુક્ત ) તથા “નર્મવતી' (બે સધિયુક્ત).
સાહિત્યદર્પણકારે “રૂપક'ની જેમ અહીં પણ “પાય 'ગત ત અંક, નાયક-નાયિકા ભેદ રસ, સધિના આધારે નાટયરાસકનાં લક્ષણે નિરૂપ્યાં છે. જો કે વિવિધ તાલ, લય અને લાસ્વા દ્વારા તેમાં રહેલ વવ અને સંગીતનાં તો પણ ઇગિત કર્યા છે.
For Private and Personal Use Only