Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસકૃત રૂપકે-ઉ૫રૂપકો અને ભવાઈ
ઉપરૂપક ભરતનાટયશાસ્ત્રની રચના પૂર્વેથી પ્રચલિત હતાં ઉપરૂપક અને રૂપક વચ્ચે ભિન્નતાની બાબતમાં નોંધપાત્ર તત્ત્વ એ છે કે ઉપરૂપક મુખ્યત્વે શારીરિક ચેષ્ટાઓ કે અગિક અભિનય અને નૃત્યસંગીત સાથે સંલગ્ન છે જ્યારે રૂપકમાં સાત્ત્વિક તથા ઇતર અભિનય પ્રકારે પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
ભવાઈમાં પણ મુખ્યત્વે શારીરક ચેષ્ટાઓ, અંગ કસરતયુક્ત અગિક અભિનય, નૃત્ય અને સંગીત પ્રાધાન્ય ભોગવે છે. જયારે સાત્વિક અભિનયનું પ્રમાણ ઓછું છે.
સંસ્કૃત નાટયપ્રકારને રૂપક-ઉપરૂપક સંજ્ઞાથી ઓળખવામાં આવતા. નાટય દ્રશ્ય-શ્રાવ્ય કલાસ્વરૂપ હોવાથી રૂપ લેવું, રૂપ ધરવું એ અર્થમાં “ રૂપક' શબ્દ પ્રયોજાય છે. આ સંદર્ભમાં ભવાઈમાં પણ “વેશ” શબ્દ પ્રયોજાયો છે. અહીં “વેશભૂષા ”, “પાત્ર” અને “પાત્ર દ્વારા રજૂ થતી કૃતિ” એમ ત્રણ અર્થમાં “વેશ » શબ્દ પ્રયોજાય છે.
ભવાઈનું સ્વરૂપ અને લક્ષણે તપાસતાં કોઈ ચોક્કસ ઉપરૂ૫ક સાથે સીધું અનુસંધાન જણાતું નથી, પરંતુ કેટલાંક ઉપરૂપનાં લક્ષણે ભવાઈમાં જોવા મળે છે ખરા. - “ નાટયશાસક' ઉપરૂ પક એ નૃત્યપ્રધાન ઉપરૂપક છે, જે હારચસપ્રધાન છે. તેમાં શૃંગારરસ પણ હોય છે. ભવાઈ પણ નાના અંશે ધરાવતું નાટય સ્વરૂપ છે. જેમાં હાસ્યરસ પ્રધાન છે. સાથે શૃંગારરસ પણ જોવા મળે છે.
* શાસક' અથવા “લાસક' ઉપરૂપકમાં અનેક પ્રકારની ભાષાઓ વિભાષામાં પ્રયોજાય છે. તેમ જ ગોત, નૃત્ય વગેરે કલાઓ પણ પ્રયોજાય છે. તેમાં નાયક મૂખ હોય છે. ૧૦ ભવાઈમાં પણ અનેક લોકબોલીઓ, તથા ગુજરાતી, હિન્દી, ઉર્દુ, રાજસ્થાની વગેરે ભાષાઓ પ્રજાય છે. ગીત અને નૃત્ય ભવાઈના મહત્વનાં અંગે છે. અને વાણિ જેવા મૂખ પાત્રો પણ ભવાઈમાં જોવા મળે છે.
નાથદર્પણુમાં “રાસક' અથવા “લાસક”માં ૧૬, ૧૨ કે ૮ નાયિકાએ પિડીબંધ વગેરેની રચના દ્વારા નૃત્ય કરતી હોવાનું જણાવ્યું છે. આ નૃત્ય ગરબા, રાસનું આદિ સ્વરૂપ છે. નાટચશાસ્ત્રમાં જે શંખલિકા અને લતાબંધ એવા પિડીભેદ મળે છે, તે ડે. કપિલા વાત્સાયનના મતે ગરબા અને રાસને મળતાં આવતાં સ્વરૂપ છે. ભવાઈમાં પણ માતાજીની સ્તુતિ અર્થે ભવાઈની ભજવણીના ભાગરૂપે રાસ-ગરબા જાય છે. આમ પિડીબંધનું અન્ય સ્વરૂપે સાતત્ય ભવાઈમાં પણ જોવા મળે છે.
* હલ્લીસક” નૃત્યપ્રધાન ઉપરૂપ છે. તેમાં નાયક વાકપટુ હોય છે. અનેકવિધ તાલ અને લય હોય છે.૧૧ ભવાઈમાં ડાગલો વાકપટુ હોય છે. વળી ભવાઈ નૃત્યના અંશો ધરાવતું નાટય સ્વરૂપ છે. તેમજ તેમાં અનેકવિધ તાલ અને લય પ્રયોજાતા હોય છે.
૮ ભટ્ટ ભરતકુમાર ડી., “ ઉપરૂપક-પ્રકાર સ્વરૂપવિધાન અને વિશેષતાઓ ', “સ્વાધ્યાય ', પ્રાચ્યવિદ્યામંદીર, જન્માષ્ટમી અંક, સપ્ટે. ૮૫, પૃ. ૩૪.
૯ એજન, પૃ. ૩૪૮. ૧૦ એજન, પૃ. ૩૪૯. ૧૧ એજન, ૫. ૧૫૧.
For Private and Personal Use Only