Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપરૂપકાની પરંપરા અને ગુજરાતના ગરબે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લસ પટેલ*
ગુજરાત અને ગુજરાતી। સાથે સવિશેષ રીતે વણાયેલે, ગુજરાતની લે!કસસ્કૃતિ અને લોકકલાના પ્રતીક સમા અને એની એક આગવી લાક્ષણિક એળખ આપતા, ગુજરાતને રાસગરબાને કલાવારસે દેશવદેશમાં ખૂબ જ પ્રચલિત થઇ ગયા છે
જેમ દરેક સાંસ્કૃતિક વારસાના મૂળ ઊંડા ભૂતકાળમાં પ્રસરેલાં હોય છે તેમ આ કલાવારસાની કેટલીક વિગતો રસપ્રદ થઈ રહેશે. વિદ્યાના માને છે કે સંગીત અને નૃત્ય એ માનવજાતના ઉદ્ભવથી જ એની સાથે સંકળાયેલાં છે. જ્યારે માનવ પ્રાગ ઐતિહાસિક કાળમાં અવિકસિત દશામાં જીવન ગાળતા ત્યારે પણ્ એની ઊર્મિએ, લાણીએ અને આવેરોને સંગીત નૃત્યના સથવારે રજૂ કરતા. એના ધણુા સારા પુરાવાએ પુરાતત્ત્વની દૃષ્ટિએ મળ્યા છે. વિદ્વાન પુરાતત્ત્વવિદ ડૉ. વી એન. સેાનવણેના મત પ્રમાણે મધ્યપ્રદેશના લાખાજર નામના સ્થળે, ચુકા ચિત્રોમાં ત્યાંની આદિજાતીના લેક એમની પોતાની ધાર્મિક માન્યતા પ્રમાણે વર્તુળાકારે નૃત્ય કરતાં જણાયાં છે. આ ગ્રીન પેઇન્ટીંગ્ઝ હેાઈ પુરાતત્ત્વવિદે લગભગ ઈ. સ. પૂર્વે ૩૫૦૦૦ થી ઈ. સ. પૂર્વે ૧૦૦૦૦ વર્ષ પૂર્વેના માને મધ્યપ્રદેશમાં જ ભીમબેટકા નામના પ્રાચીન ગુફાચિત્રોમાં વર્તુળાકારે નૃત્યા તેા છે જ (સ્વ વિદ્વાન પુરાતત્ત્વવિદ્ વાકણકરના અભ્યાસથી ફલિત) પણ સાથે ખૂબ જ રસપ્રદ વાત એ છે કે એ જ જગ્યાએ ( ગુફામાં) વારવાર લાકડી પછાડાયેલી હાય એવી નિશાનીએ વાળા પથ્થર છે.
આ ગુાચિત્રો મેસેાલીથીક પીરિયડ એટલે કે ઈ. સ. પૂર્વ ૧૦૦૦૦ થી ઈ. સ. પૂર્વે ૧૦૦૦ સુધીના સમય દર્શાવે છે. ૐ. વી. એન. સેાનવણૅના અભ્યાસમાં જણાવ્યું છે કે ગુજરાતના વડેાદરા જિલ્લાના છેાટાઉદેપુર તાલુકાની સુખી નદીના પ્રદેશમાં રાજપુર ટેકરીના સ્થળે પણ આવાં ગુફાચિત્રો આવાં નૃત્ય દર્શાવે છે. વધુમાં ગુજરાતના પંચમહાલ જિલ્લાનો પાવાગઢ નજીક રીંછિયા ગામે પણ આવી ગુફાએ, નૃત્ય-ચિત્રો અને જેતે ‘ટ્રાઈબલ ગોડેસ ' કહી શકાય એવી આકૃતિ સાથે ત્યાં પશુ એક પથ્થર જેના પર લાકડી પછાડીને થતી નિશાનીએ! એમના અભ્યાસમાં મળી આવી છે. એના અર્થ એવા થઇ શકે કે તે જમાનાથી એમની ધામિઁક માન્યતાએ મુજ્બ માતાજીની કાઈપણ સ્વરૂપે આરાધના કરતી વેળા વર્તુળાકાર નૃત્ય કરતાં અને તાલ આપતી વેળાએ પેલા મોટા પથ્થર પર લાકડી પછાડી તાલબદ્ધ નૃત્ય થતાં, એવા બુદ્ધિજન્ય સતક અનુમાન પુરાતત્ત્વવિદો કરે છે.
આમ જોઈ શકાય કે આવાં નૃત્ય ધાર્મિ ક લાગણીઓ સાથે પણુ આદિકાળથી માનવજાત સાથે વણાયેલાં રહ્યાં છે. એવી જ રીતે સિંધુ નદીની ખીણની સ ંસ્કૃતિ હરપ્પીય સંસ્કૃતિના
* પુરાતત્ત્વ વિભાગ, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, મ. સ. યુનિવર્સિટી, વડાદરા. ‘સ્વાધ્યાય’, પુ. ૩૪, અંક ૧-૪, દીપેત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૫૧-૫૪.
For Private and Personal Use Only