Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત રૂપકે-ઉપરૂપ અને ભવાઈ
લાકધમી-નાટયમી :
સામાન્યતઃ સંસ્કૃત રૂપકો નાયધર્મો અને ઉપરૂપકો લોકધમ શૈલીમાં રજૂ થતાં હતાં. ભવાઇ એ પારંપરિક લેકનાટય સ્વરૂપ છે, જેથી તેમાં લેકધમતાની અસર વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. દક્ષિણ ભારતના 'વક્ષગાન”, “કથકલી', “કુયાટ્ટમ” વગેરે પારંપરિક સ્વરૂપમાં નાટથધમતાનાં દર્શન થાય છે. જ્યારે ઉત્તર ભારતના રાસલીલા, રામલીલા, નોટંકી, તમાશા, ભવાઈ વગેરેમાં લેકધમતાનું પ્રાધાન્ય જોવા મળે છે.
ભવાઈમાં પાસના વશ, વાણી, આચાર-વ્યવહાર, રીતરિવાજ, બેલી, પહેરવેશનું જે અનુકરણ થાય છે, તે સર્વે લેકધમતાનાં ઉદાહરણ બની રહે છે. છતાં ભવાઈમાં નાટ્યધમી શૈલીના ધેડાં ઉદાહરણો મળી આવે છે. જેમકે –
* ગણપતિના વેશમાં મુખવટાને બદલે સ્વસ્તિકનું ચિહ્ન દોરેલ થાળીને પ્રતિકાત્મક પ્રયોગ કરવામાં લાવે છે.
* સ્ત્રીવેશે હાથમાં સળગતી દિવેટ લઈને નૃત્ય કરે છે. * ભવાઈમાં પ્રયોજતા વિવિધ અંગ ચાપલ્યના ખેલ. * ઝંડા ઝૂલણના હાથમાં રહેલ ડો.
કહ્યા વિભાગ :
સંસ્કૃત નાટ્યપ્રકારોમાં કક્ષા વિભાગનું નિરૂપણ કરતાં ભરતમુનિ જણાવે છે કે રંગપીઠ પર પરિક્રમણ કરવાથી કશ્યાના વિભાગો નિદેશી શકાય છે.૧૫ સંસ્કૃત રૂપક-ઉપરૂપકમાં નટ રંગમંચ પર પરિક્રમણ કરે તેનાથી ક્રિયા સ્થળમાં પરિવર્તન સૂચવાય છે.
ભવાઈમાં આવા સ્થળ પરિવર્તન કરવાના અને ઓછા આવે છે. મોટા ભાગના વેશ એક જ દશ્યમાં પુરા થાય છે. વધુ દૃશ્ય ધરાવતા કેટલાક વેશમાં એક દશ્ય પૂરું થતાં પાત્રો જાવણું' પ્રસ્થાન) કરે અને નવા દશ્યનાં પાત્રો “ આવણું' કરે. ભવાઈના વેશોની ગૂંથણી આ પ્રકારની હોવાથી પરિક્રમણુથી થાન પરિવર્તન દર્શાવવાના પ્રસંગો ઓછા છે; જે નીચે મુજબ છે:
(૧) મણિબા સતિ ના વેશમાં દેશવટ પામેલ કુંવર અને તેને મિત્ર બાદર પરિક્રમણ કરી રાજ્યની સીમા બહાર આવેલ ઋષિના આશ્રમમાં પહોંચે છે. (૨) “જશમાં ઍડણના વિશમાં જશમાથી અપમાનિત થયેલ બારોટ પરિક્રમણ કરી સિદ્ધરાજના દરબારમાં પહોંચે છે. (૩) ભવાઈના આધુનિક પ્રયોગ જેવા કે શાંતા ગાંધીકૃત “ જશમા ઓડણું', અને જગદીશ ભટ્ટ દિગ્દર્શિત “હયવદન માં પરિક્રમણ દ્વારા સ્થાન પરિવર્તનના પ્રસંગે જોવામાં આવ્યા હતા.
૧૫ રોજન, ૫, ૧૬૧૪. સ્વા૦ ૭
For Private and Personal Use Only