Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘નાદથદર્પણમાં ઉપરૂપક વિધાન પ્રાકૃતનું મિશ્રનું હોતું નથી. પરંતુ “ સાહિત્યદર્પણ અનુસાર સટ્ટક'માં સંપૂર્ણ પાઠયભાગ કેવળ પ્રાકૃત ભાષામાં જ રચવામાં આવે છે. (સદ્દકની રચના આદિથી અંત સુધી પાકત ભાષામાં જ હોવાનું સાહિત્યદર્પણકારને અભિપ્રેત છે. આ લક્ષણ કેવળ “કપૂરમંજરીને ધ્યાનમાં રાખી આપવામાં આવ્યું હોવાની સંભાવના છે.) વળી “સાહિત્યદર્પણ” અનુસાર તેમાં પ્રવેશક તથા વિકભક પ્રયુક્ત થતા નથી. અદ્દભુત રસની પ્રચુરતા હોય છે. તેના અંકોને
જવનિકાન્તર' કહેવામાં આવે છે. અન્ય બાબતે-કથાવસ્તુ, અંકસંખ્યા, નાયક-નાયિકા ભેદ, વૃત્તિ, સંધિ વગેરે-નાટિકાના જેવી હોય છે. તેનું ઉદાહરણ પૂરમંજરી ' છે.
“નાટયદર્પણ” અને “સાહિત્યદર્પણ”-આ બંને એ “સટ્ટક નાં જે લક્ષા નિરૂપ્યાં છે તેમાં કયાંય " નૃત્ત/નૃત્ય-ગી /સંગીત ની પ્રધાનતાને નિર્દેશ થયો નથી. તેથી કદાચ “નાટયદર્પણ” અને “ભાવપ્રકાશન” સિવાય મોટા ભાગના નાટયશાસ્ત્રીય ગ્રંથે તેનો ઉપરૂપકરૂપે ઉલ્લેખ કર્યો નથી. તેને રૂપકને જ એક ભેદ ગગુવાનું વલણ દાખવ્યું છે (૧) શ્રીગદિત
“સાહિત્યદર્પણ” અનુસાર તેમાં એક અંક હોય છે અને તેનું કથાવસ્તુ પ્રસિદ્ધ હોય છે. તેને નાયક પ્રખ્યાત અને ઉદાત્ત એટલે કે ધીરેદાર હોય છે તેની નાયિકા પણ પ્રસિદ્ધ હોય છે અને તેમાં ગર્ભ અને વિમર્શ સિવાયની સબ્ધિઓ પ્રયોજાય છે. ભારતીત્તિનું પ્રાચુ હોય છે અને “ શ્રી ' શબ્દનો પ્રયોગ અધિક માત્રામાં થાય છે. “ સાહિત્યદર્પણ” અનુસાર કેટલાક આલંકારિકના મત પ્રમાણે લક્ષ્મીને વેષ ધારણ કરેલી નાયિકા રંગમંચ પર બેસીને કશુંક ગાતી અને પઠન કરતી દર્શાવવામાં આવે છે તેથી પણ તે “ શ્રીગદિત ' નામથી ઓળખાય છે. આમ સાહિત્યદર્પ રૂપકગત તો અંક, કથાવસ્તુ, નાયક-નાયિકા, સંધિ, વૃત્તિ વગેરેના આધારે “ શ્રીગદિત 'નાં લક્ષણે નિરૂપ્યાં છે. અન્ય આલંકારિકોને મત ટાંકી તેમાં ગીત-સંગીતના પ્રાધાન્યને ઈંગત કર્યું છે ખરું ! ભેજના “શુંગારપ્રકાશ ને શબ્દશઃ અનુસરી નાદર્પણુકારે શ્રીદતનાં લક્ષણે સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે તેની નાયિકા કોઈ કુલાંગના હોય છે. જેમ દાનવશત્રુ અર્થાત્ વિષ્ણુની પત્ની શ્રી એટલે કે લક્ષ્મી પિતાના પતિ (વિષ્ણુ)ના ગુનું વર્ણન કરે છે તેમ નાયિકા પણ પોતાની સખી સમક્ષ પતિના શોર્ય, વૈર્ય આદિ ગુણોનું વર્ણન કરે છે. પતિથા વિપ્રલબ્ધા થઈ કોઈ ગીતમાં તેને ઉપાલંભ ૫ણું આપે છે. વળી તેમાં પદને અભિનય અર્થાત્ ભાવને અભિનય કરવામાં આવે છે ( અર્થાત તેમાં વાકય એટલે કે રસને અભિનય કરવામાં આવતા નથી. ).
* અભિનવભારતી 'માં શ્રીગદિતને ઉલલેખ “ fષા' સંજ્ઞાથી કરવામાં આવ્યું છે. અહીં વિપ્રલબ્ધા નાયિકા પિતાની સખી આગળ પોતાના પતિના દુર્વ્યવહાર વિષે વાત કરે છે.
અભિનવભારતી, શૃંગારપ્રકાશ અને નાટયદર્પણ માં શ્રી પ્રદિતનું જે લક્ષણ નિરૂપવામાં આવ્યું છે તે સાહિત્યદર્પણ'માં નિરૂપવામાં આવેલા લક્ષણ કરતાં તદ્દન ભિન્ન તરી આવે છે. “સાહિત્યદર્પણ'માં અંક, કથાવસ્તુ, વનિ, સંધિ વગેરે પાશ્વગત-નાટ્યલેખનની દષ્ટિએ -
For Private and Personal Use Only