Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘નાટચદર્પણ’માં ઉપરૂપક વિધાન
મહેશ ચ'પકલાલ
'
નાટ્યશાસ્ત્રીય ગ્રંથમાં ગુજરાત નિવાસી રામચન્દ્ર-ગુરુચન્દ્ર રચિત ' નાટ્યદર્પણુ ' અનન્ય સ્થાન ધરાવે છે. ભરતમુનિ કૃત ' નાટ્યશાસ્ત્ર ' અને ધનંજય ધૃત ‘ દર્શરૂપક ' પછી નાટ્યકલા સબ'ધી અતિ મહત્ત્વના ગ્રંથ તે ‘ નાટ્યદર્પણુ ' જેમાં ભરત તથા ધનંજયના મતેનું ખંડન કરી રચનાકારે પોતાના મૌલિક મતે પ્રસ્થાપિત કર્યા છે જેને લીધે આ ગ્રંથ, સંસ્કૃત વાડ્મય ક્ષેત્રે ગુજરાતના અપૂર્વ ચેોગદાનરૂપ ગ્રંથ બની ગયેા છે. રસ-વિવેચનમાં તેમણે એક નવા સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યા છે—સુલગુલામો રસ: ( રૂ/-) અર્થાત્ રસ કેવળ આનંદરૂપ નહીં પરંતુ સુખ દુઃખાત્મક હોય છે. તેમના મતે શૃંગાર, હાસ્ય, વીર, અદ્ભુત અને શાન્ત આ પાંચ રસ સુખાત્મક છે જ્યારે કરુણ, રૌદ્ર, બીભત્સ અને ભયાનક આ ચાર રસ દુઃખાત્મક છે. આ તેમના નિતાન્ત મોલિક, અપૂર્વ અને આગવા એવા મત છે.
‘નાચદ ણ'ના ચતુર્થાં વિવેક એટલે કે ચોથા પ્રકરણુમાં રામચન્દ્ર-મુખ્યત્વે ‘અન્ય રૂપકો ’એ મથાળા હેઠળ કુલ ૧૭ રૂપકોનાં લક્ષણુ નિરૂપ્યાં છે. આ અન્ય ૧૩ રૂપા તે સટ્ટક, શ્રીગદિંત, દુમિ`લિતા, પ્રસ્થાન, ગેાકો, હલ્લીસક, નનક, પ્રેક્ષગુક, રાસક, નાટ્યરાસક, કાવ્ય, ભાણુક અને ભાણિકા. અભિનવગુપ્તે આ રૂપકોને નૃત્યકાર: તરીકે એાળખાવ્યા છે જ્યારે * સાર્સાહત્ય દર્પણું 'કાર વિશ્વનાથે તેમના ‘ ઉપરૂપક ' એવી સ્પષ્ટ પારિભાષિક સંજ્ઞા હેઠળ ઉલ્લેખ કરી તેમને • રૂપક 'ના લગભગ નિકટવર્તી ( ઉપ એટલે નજીક ) ગણાવ્યા છે. અન્ય નાટ્યશાસ્ત્રીય ગ્રન્થેમાં તેના ગેયરૂપક, નૃત્ત-રૂપક, નૃત્ય-પ્રબન્ધ વગેરે સત્તાએ દ્વારા ઉલ્લેખ થયા છે. આમ, ‘રૂપક અને ઉપરૂપક 'માં પાયાના ભેદ રહેલા છે. ઉપરૂપકોમાં નૃત્ત, નૃત્ય, ગીત અને સ ંગીતનું પ્રાધાન્ય હેાય છે જ્યારે રૂપકોમાં નાટ્યનું પ્રાધાન્ય હોય છે. ઉપરૂપક મુખ્યત્વે શારીરિક ચેષ્ટાએ કે આંગિક અભિનય અને નૃત્ય-સ’ગીત સાથે સંલગ્ન છે જ્યારે રૂપકમાં સાત્ત્વિક તથા ઈતર અભિનય પ્રકાશ પર વધુ ભાર મૂકવામાં આવે છે એવા શ્રી ડીલરરાય માંકડના અભિપ્રાય છે. સાહિત્યદપ ણુકારે અને નાટ્યદર્પણુકારે અનુક્રમે ‘ ઉપરૂપકો ' અને ‘અન્ય રૂપકો ' એવી એ ભિન્ન સંજ્ઞાએ હેઠળ ઉપયુક્ત રૂપકોનાં જે લક્ષણ નિરૂપ્યાં છે તેમાં ભિન્નતા પ્રવર્તે છે. વિશ્વના છે, ઉપરૂપક ' સંજ્ઞા આપી હોવાં છતાં તેમણે નિરૂપેલાં લક્ષણેામાં નૃત્ય અને સ ંગીતની પ્રધાનતા જેવા મળતી નથી. તેમાં રસ, સધિ, નાયક-નાયિકા, અંકસંખ્યા વગેરે રૂપકગત તત્ત્વાના વિવરણુની ભરમાર છેં જે તેમને ‘રૂપક 'ની નજીક લઈ જવાના ઉદ્યમ દર્શાવે છે. રામચન્દ્ર-ગુણચન્દ્રે તેમને ‘ અન્ય રૂપક' તરીક એળખાવી તેમનાં વિવિધ લક્ષણા નિરૂપ્યાં છે જેમાં નૃત્ય અને સંગીતની
.
• સ્લાયાય', પુ. ૩૪, અંક ૧-૪, દીપેાત્સવી, વસ તપચમી. અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૂ. ૨૯-૪૨.
* નાટયવિભાગ, ફેન્સ ઓફ્ફ પરફોર્મિંંગ આર્ટ્સ, મ. સા વિશ્વવિદ્યાલય, વડાદરા-૧.
For Private and Personal Use Only