Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
જયંતી ઉમરેઠિયા
રાજાની પ્રશસ્તિ જોવા મળે છે. ક્યાંક કયાંક પ્રશસ્તિ કરવામાં અતિશયોક્તિ પણ થઈ ગઈ છે, જે તુરંત ધ્યાન ખેંચે છે.૨૨
છાયાશાકુંતલમ :
૧૯૮ માં રચાયેલી શ્રી જે. ટી. પરીખની આ સંસ્કૃત નાટયકૃતિનું સંપાદન અને સમશ્લોકી અનુવાદ , રાજેન્દ્ર આઈ. નાણાવટીએ કર્યો છે. કૃતિની પ્રસ્તાવનામાં જ ડે. નાણાવટી જણાવે છે કે, “નાટિકાનું છાયાશાકુન્તલમ નામ જ સૂચવે છે તેમ, એમાં મહાકવિ ભવભૂતિના પ્રસિદ્ધ નાટક “ઉત્તરરામચરિત ”માં પ્રયોજાયેલી છાયા-સીતાની કલ્પનાને વિનિયોગ મહાકવિ કાલિદાસના ‘ અભિજ્ઞાનશાકુન્તલમ'ની કથામાં કરાયું છે. ૨૧
અભિજ્ઞાનશાકુંતલમ અને ઉત્તરરામચરિત્તમની પૂરતી મદદથી રચાયેલી આ કૃતિમાં સમન્વય સરસ સધાય છે. છાયાસીતાની જેમ છાયાશકુંતલાને અહીં ચીતરી છે અને કેન્દ્રમાં રાખી છે. અભજ્ઞાનશાકુંતલની મૂળ વાર્તામાં જરૂરી પરિવર્તનની કાવ્યમય કલ્પના દ્વારા કૃતિને સાવવામાં આવી છે. ૨૪
ગજેન્દ્રશંકર લા. પંડ્યાએ પણ શાકુંતલની કથાને પરિવર્તન સાથે નૃત્યનાટિકાનું સ્વરૂપ આપીને “ શાકુંતલનુત્યનાટિકા” રચી છે. ચાર અંકમાં વહેચાયેલી આ કથા પ્રથમ ગુજરાતીમાં અને પછી સંસ્કૃતમાં ભજવાયેલી છે. ૨૫
આ ઉપરાંત ગુજરાતનાં સંસ્કૃત નાટકની ગુજરાતીમાં થયેલી વિગતવાર સમીક્ષાઓ પણ ઘણાં બધા – ૨ સામયિકો અને પુસ્તકોમાં મળે છે જે ભાવકને મૂળ નાટક સુધી લઈ જાય છે.
સંસ્કૃત નાટ્યકતિએ સામાન્યતઃ કાઈ વિશેષ નિમિત્તને અનુલક્ષીને રચાઈ હોય છે. જેમ કે, અમાત્ય, રાજા જેવી વ્યક્તિની આજ્ઞાથી અથવા ધનિકોના અનુદાનથી, મહેલ, મંદિર કે વિદ્યાસદને જેવા સ્થળોએ, કયાંક રાજ્યાશ્રયને કારણે, ક્યાંક લેખક પ્રત્યેના ભક્તિભાવ કે રસને કારણે, કયાંક ગોષ્ઠિ નિમિત્તે પણ સંસ્કૃતમાં નાટકો લખાતાં આવકારાતાં અને ભજવાતાં રહ્યાં છે,
1. ૨૨ “ઈન્દ્રની કીર્તિવજા જેણે તિરસ્કૃત કરેલ છે એવા આપણા દીર્ધાયુષી મહારાજા...", પૃ. ૩૪.
૨૩ પરીખ જીવનલાલ ત્રિ, ‘છયાશાકુન્તલ', અનુવાદક : રાજેન્દ્ર નાણાવટી, સંસ્કૃત સેવા સમિતિ, અમદાવાદ, ૧૯૮૬, બીજી આવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૫.
૨૪ “ગુજરાતના સંસ્કૃત નાટયકારે', ૫. ૧૯૭. ૨૫ એજન
૨૧ નીના ભાવનગરીને ‘સ્વાધ્યાય' (પુ. ૨૯ અંક ૧ )માં લખાયેલ “ગ. લા. પંડયાના સંસ્કૃત પ્રહસનો ” નામને લેખ, રા. વિ. પાઠકના “ નલવિલાસ એક ગ્રંથપરિચય”માં નવવિલાસ નાટકની ચર્ચા ઉપરાંત તપસ્વી નાન્દીનું “સંસ્કૃત નાટકોને પરિચય” વગેરે પુસ્તકોમાં નાટકોની વિશદ્ર ચર્ચાઓ થઈ છે.
For Private and Personal Use Only