Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
ગુજરાતનાં સંસ્કૃત નાટક : ગુજરાતી અનુવાદ
૨૫
જગજીવનરામ પાઠક ઈ. સ. ૧૯૧૨માં પ્રગટ કર્યો હતો. કવિએ છાયાતવના સ્પર્શથી કૃતિને રેચક બનાવી છે.
ગોપાલચિતામણિવજયમ :
છાયાતત્ત્વની વિપુલતાવાળા આ નાટકનું લેખકના પ્રિયમિત્ર જટાશંકર સં. ૧૯૫૭માં દિવસ થતા તેમના મિત્રોએ તેમની પુણ્યસ્મૃતિમાં સાનુવાદ પ્રકાશન કર્યું હતું. તેનું ગુજરાતી ભાષાંતર વૈદ્ય શાસ્ત્રી શ્રી પ્રાણશંકર પ્રેમશંકરે કર્યું છે.
દવિ પાત્રોમાં પણ ગૌરક્ષાના પાત્રને પ્રાધાન્ય આપતી અને પુનઃ પુનઃ ગાયનું મહત્વ અને માહાત્મ્ય દર્શાવતી, કૃષ્ણને ધીરાદાત્ત નાયક તરીકે નિરૂપતી આ રચનામાં કવિની વિદ્વત્તા, પુરાણરમેન આદિ વિશેષ વ્યક્ત થાય છે
શ્રી શંકરલાલ માહેશ્વરના ઉપરોક્ત બધાં જ નાટકો છાયાનાટક બની :હ્યાં છે. સમગ્રપણે જેતા ગુજરાતની યશકલગીરૂપ તેમની સર્જકપ્રતિભા રહી છે.
કૃષ્ણકુમારભુદયમ :
શાસ્ત્રીશ્રી કરુણાશંકર પ્રભૂજિત પાઠક રચિત ચાર અંકના આ નાટકમાં શરૂઆતમાં જ પ્રો. જે. જે. કણિયા અભિપ્રાય આપતા કહે છે કેઃ “ગુજરાતીમાં કાવ્યના અર્થને સૂટ કરનારા પદ્ય આપવાથી ગ્રંથની શોભા તથા ઉપયોગિતામાં વૃદ્ધિ થઈ છે. આ નાટકમાં પ્રાચિન નાટકોનાં અંગે પાંગાને સમાવેશ નહી હોવાથી એનું નામ “છાયાનાટકમ્ ' રાખવામાં આવ્યું છે તે ઉચિત છે."૨૧
ભાવસહિજી રાજાને ત્યાં કુમારશ્રીના જન્મ પ્રસંગે આ નાટક લખાયેલું છે, એટલે પ્રેરણા વસ્વરિથતિને આધિન હોય તેમાં નવાઈ નથી. *
આ કતિને મોહનલાલ ભટ્ટ અને આચાર્ય શ્રી ચંપકલાલ નર્મદાશંકરે ગુજરાતી માં ગદ્યાનુવાદ અને તેમાં આવતાં પદેને સમલૈકી અનુવાદ કર્યો છે. અનુવાદની ભાષા સરળ છે. કયાંક ક્યાંક તળપદા શબ્દોનો પ્રયોગ થાય છે. દા. ત. હવડા, લાવ્ય વગેરે. બાકી શિષ્ટભાષાનો ઉપયોગ ધ્યાન ખેંચે છે.
૧૮૮૨ થી ૧૯૧૬ સુધી લેખક ભાવનગરની જુવાનસિંહજી સંસ્કૃત પાઠશાળામાં મુખ્ય શાસ્ત્રી તરીકે રહ્યા હોઈ પરિણામે કતિ પેતાના આશ્રયદાતા ભાવસિંહજી બહાદુરને અર્પણ કરેલ છે. કતિમાં ભાવસિંહના રાણી નંદકુવરબાની કૂખે જન્મેલા પુત્રની વધામણી, તેને આનંદ અને
૨૧ પાક કરુણાશંકર પ્રભૂજિત " શ્રી કૃષ્ણકુમા૨ામ્પયમ્', ૫. ૬ ૪
સ્વા.
For Private and Personal Use Only