________________ પ્રથમ પ્રસ્તાવ, આદર પૂર્વક કહ્યું કે-“કઈ પણ બાળક કયાંઈથી આવીને તારી પાસે બેસે તેને તારે શીધ્રપણે મને લાવીને સેપ.” અશ્વપાળે તે આજ્ઞા કબુલ કરી. * ત્યારપછી તે કુળદેવી જ્ઞાનથી તે રાજપુત્રીને વર મંગળકળશ શ્રેષ્ઠીપુરા થશે એમ જાણી ઉયિની નગરીમાં ગઈ, અને મંગળકળશ પુષ્પોને લઈને આવતો હતો, તે સાંભળે તેમ આકાશમાં રહીને બેલી કે–“જે આ બાળક પુષ્પો લઈને જાય છે, તે ભાડાએ કરીને કોઈ રાજકન્યાને પરણશે.” તે સાંભળી મંગળકળશ વિસ્મય પામી આ શું ?" એમ વિચારતાં મનમાં નિશ્ચય કર્યો કે -" ઘેર જઈને આ વાત મારા પિતાને હું કરીશ. " પછી તે ઘેર ગયે, પણ તે વાત પિતાના પિતાને કહેવી ભૂલી ગયે. બીજે દિવસે પણ તેણે તેજ પ્રમાણે સાંભળ્યું. તે વખતે તેણે મનમાં વિચાર કર્યો કે–“અહો ! જે વાણું મેં કાલે સાંભળી હતી, તેજ વાણું આજે પણ આકાશમાં સંભળાય છે. કાલે તો હું પિતાને કહેવું ભૂલી ગયા છું, પરંતુ આજે તો અવશ્ય કહીશ.” એમ વિચારતો તે માર્ગમાં ચાલ્યો જાય છે, તેટલામાં મેટા વાયુએ તેને ઉપાડીને ચંપાનગરીની પાસેના વનમાં મૂકો. એકાએક ત્યાં આવવાથી તે ભયભીત થયો. પછી તૃષાતુર થવાથી અને થાકી જવાથી એક માનસ સરોવર જેવું નિર્મ ળ સરોવર જોઈને તે ત્યાં ગયા અને વસ્ત્રથી ગાળીને તેણે જળપાન કર્યું. પછી સ્વસ્થ થઈ દર્ભના તૃણવડે દેરડું બનાવી તે દોરડાવડે સરોવરની પાળ ઉપર ઉગેલા એક મોટા વડવૃક્ષ ઉપર તે ચડ્યો, તેવામાં સૂર્ય અસ્ત પામ્યું. તે વખતે વડવૃક્ષ ઉપર રહેલા તેણે ચોતરફ દિશાઓ જોવા માંડી, તે ઉત્તર દિશામાં સમીપેજ બળતે અગ્નિ તેણે દીઠે, તેથી વડ ઉપરથી ઉતરી ભય પામેલો અને ટાઢથી કંપતો તે અગ્નિની દિશા તરફ ચાલ્યો. અનુક્રમે તે ચંપાપુરીની બહારના પ્રદેશમાં આવી પહોંચ્યા અને અશ્વપાળની પાસે બેસી તાપવા લાગ્યું. તેને જોઈને આ રંક બાળક કેણ છે? કયાંથી આવ્યો છે? આ પ્રમાણે અશ્વપાળે પરસ્પર વાર્તા કરવા લાગ્યા. તે અશ્વપાળના સ્વામીએ (ઉપરીઓ) સાંભળી, એટલે મંત્રીએ કરેલ પૂર્વ સંકેત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust