________________ પ્રથમ પ્રસ્તાવ. પિતાની બુદ્ધિથી વિચારીને કહ્યું કે -" આ સ્વપ્નના પ્રભાવથી . તને સર્વ શુભ લક્ષણથી સંપૂર્ણ એક પુત્રી થશે.” તે " સાંભળી રાણી હર્ષ પામી. ત્યાર પછી પૂર્ણ સમય થશે ત્યારે તેણીએ પુત્રીને જન્મ આપે. રાજાએ તેણનું વૈલેયસુંદરી નામ પાડ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતી તે પુત્રી યુવાવસ્થાને પામી, ત્યારે તે અત્યંત લાવણ્ય અને સૌભાગ્યનું સ્થાન થઈ. એકદા : મનહર અંગવાળી તે પુત્રીને જોઈ રાજા હૃદયમાં વરની ચિંતા કરવા લાગ્યો. ત્યારે રાણુઓએ તેમને કહ્યું કે–“હે સ્વામી ! આ બાળિકા અમારા જીવિતનો આધાર છે. આના વિરહને અમે સહન કરવા શક્તિમાન નથી. તેથી આના વિવાહને વિચાર બીજે ઠેકાણે કરવાનું નથી. આજ નગરીમાં સુબુદ્ધિ મંત્રીના પુત્રને આ પુત્રી પરણાવવી એગ્ય છે.” આ પ્રમાણે સ્ત્રીઓનું વચન સાંભળી રાજાએ મનમાં વિચાર્યું કે–“ખરેખર વિવાહાદિક, કાર્યમાં તે સ્ત્રીઓનુંજ પ્રાધાન્ય છે.” એમ વિચારી રાજાએ સુબુદ્ધિ નામના પ્રધાનને બોલાવી ઘણા માનપૂર્વક કહ્યું કે—“હે મંત્રી ! મેં મારી પુત્રો તારા પુત્રને આપી છે, માટે હવે તેને વિવાહઉત્સવ કરીએ.” તે સાંભળી મંત્રી બે “હે સ્વામી ! આવું અગ્ય કેમ બેલે છે? આપની પુત્રી કોઈ રાજપુત્રને આપવી ગ્ય છે, મારા પુત્રને આપવી યોગ્ય નથી. કહ્યું છે કે ययोरेव समं वित्तं, ययोरेव समं कुलम् / તયોમૈત્રી વિવાહિય, ન તુ પુછવિપુછયો છે . જે બન્નેનું વિત્ત સરખું હેય, અને કુળ પણ સરખું હોય, તે બનેની મિત્રી તથા વિવાહ યંગ્ય છે. પરંતુ એક પુષ્ટ અને બીજે અપુષ્ટ હોય તેઓને સંબંધ એગ્ય નથી.” આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી રાજા ફરીથી બેલ્યા કે “હે મંત્રી ! આ બાબતમાં તારે કાંઈ પણ બોલવાનું નથી. આ કાર્ય એજ રીતે થશે. એમાં કાંઈ સંશય રાખવો નહીં.” સભાસદો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust