________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. પણ બોલ્યા કે–“હે મંત્રી ! આપણે રાજાનું વચન માન્ય કરવું જ જોઈએ. " તે સાંભળી મંત્રીએ રાજાનું વચન પિતાને અનિષ્ટ હતું તે પણ સ્વીકાર્યું. ત્યાર પછી મંત્રી ઘેર જઈ લમણે હાથ દઈ બેઠે, અને ચિત્તમાં વિચારવા લાગ્યું કે-“હા! એક તરફ વાઘ અને એક તરફ દુસ્તર નદી એ ન્યાયની જેવું મારે થયું છે. કેમકે રાજાની પુત્રી રૂપમાં દેવાંગના તુલ્ય છે, અને મારે પુત્ર તે કેઢના રેગથી પરાભવ પામેલ છે. તે બન્નેને સંબંધ હું જાણતા છતાં કેમ કરૂં?” આ પ્રમાણે ચિંતાતુર થવાથી મંત્રી ભેજનાદિકને પણ ભૂલી ગયે. છેવટ તેને બુદ્ધિ ઉત્પન્ન થઈ કે–“મારી કુળદેવી પ્રભાવવાળી છે. તેની હું આરાધના કરૂં. તેની કૃપાથી સર્વ વાંછિત સિદ્ધ થશે.” એમ વિચારી મંત્રીએ વિધિપૂર્વક કુળદેવીની આરાધના કરી. ત્યારે તે પ્રત્યક્ષ થઈને બોલી કે-“હે મંત્રી ! શા માટે મારૂં તે ધ્યાન કર્યું છે?મંત્રી બે -“હે માતા ! તમે પિતેજ સર્વ જાણો છે, પણ હું કહું છું તે સાંભળે-મારો પુત્ર દુષ્ટ કુષ્ટના વ્યાધિથી પરાભવ પામેલ છે. તેથી તમે તેવું કરે કે જેથી તે રેગ રહિત થાય.” ત્યારે દેવીએ કહ્યું " પૂવે કરેલા કામના યોગથી જે વ્યાધિ ઉત્પન્ન થયો હોય તે મારાથી દૂર થઈ શકે નહી. માટે આ તારી પ્રાર્થના વ્યર્થ છે.” તે સાંભળી મંત્રીએ વિચારીને ફરીને કહ્યું કે “જે એ પ્રમાણે ન બની શકે છે તેવીજ આકૃતિવાળા અને વ્યાધિ રહીત બીજા કેઈ પુરૂષને કઈ પણ ઠેકાણેથી મને લાવી આપે, કે જેથી હું તેની સાથે રાજપુત્રીને પરણાવી પછી મારા પુત્રને આપું. પછી તે પુરૂષનું જેમ ઠીક પડશે તેમ હું કરીશ.” દેવીએ કહ્યું-“હે મંત્રી ! હું કઈ બાળકને લાવીને આ નગરીના દરવાજામાં ઘડાઓનું રક્ષણ કરનારા રાજપુરૂષોની પાસે મૂકીશ, તે ઠંડીનું નિવારણ કરવા માટે અગ્નિ પાસે તાપવા બેસશે, તેને તારે ગ્રહણ કરો. પછી જેમ ઉચિત લાગે તેમ કરજે.” આ પ્રમાણે કહી દેવી અદશ્ય થઈ ગઈ. તે વચનથી મંત્રી હર્ષ પામી વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરવા લાગ્યા. ત્યારપછી મંત્રીએ પોતાના અશ્વપાળ પુરૂષને એકાંતમાં બોલાવી તેને સર્વ વૃત્તાંત જણાવી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust