________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. વરદાનથી તેજ રાત્રિએ શેઠાણીએ પુત્રનો ગર્ભ ધારણ કર્યો અને સ્વમમાં મંગળ સહિત સુવર્ણને પૂર્ણ કળશ જે. પછી તે જાગી ગઈ અને પુત્રપ્રાપ્તિનું સુચિન્હ જાણ હર્ષ પામી. અનુક્રમે સમય પૂર્ણ થયે શુભ સમયે તેણીએ પુત્ર પ્રસવ્યો. તે વખતે તેના પિતાએ મહોત્સવ કર્યો અને દીન હીન જનને સુવર્ણ, રત્ન વિગેરેનું દાન દઈ સમગ્ર સ્વજનેને એકઠા કરી તેમની સમક્ષ સ્વપને અનુસારે પુત્રનું મંગળકલશ નામ પાડ્યું. ત્યારપછી તે અનુક્રમે વૃદ્ધિ પામતે અને વિદ્યાભ્યાસ કરતે આઠ વર્ષનો થયે. એકદા મંગળકળશે પોતાના પિતાના પૂછ્યું કે –“હે પિતા ! તમે હંમેશા સવારે ઉઠીને કયાં જાઓ છે?” ત્યારે પિતાએ કહ્યું– હું હંમેશા દેવપૂજન માટે પુષ્પ લેવા જાઉં છું.” પુત્ર બેલ્યો--“પણ તમારી સાથે આવીશ.” તે સાંભળી પિતાએ ના પાડી, તે પણ તે પિતાની સાથે ગયે. માળીએ શ્રેણીનો પુત્ર જાણે તે બાળકને ખુશ કરવા માટે નારંગી અને જંબર વિગેરેનાં મનોહર સ્વાદવાળાં ફળ આપ્યાં. ત્યારપછી શેઠ પુષ્પો લઈ પુત્ર સહિત પોતાને ઘેર આવ્યા. તે દિવસે શ્રેષ્ઠીએ પુત્ર સહિત સ્નાન, પૂજન અને ભેજન વિગેરે કર્યું. ત્યારપછી પુત્ર નિશાળે ગયે. બીજે દિવસે મંગળકળશ ઘણે આગ્રહ કરી પુષ્પ લેવા માટે એકલેજ વાડીએ ગયે અને માળી પાસેથી સુંદર પુષ્પ લઈને ઘેર આવ્યું. પછી તેણે પિતાને કહ્યું કે –“હવેથી હુંજ દરરોજ પુષ્પો લેવા જઈશ, તમારે ધર્મધ્યાનમાં તત્પરપણે ઘરે જ રહેવું.” શેઠે તેનું વચન કબુલ રાખ્યું. ત્યારપછી હંમેશા તે વાડીમાંથી પુષ્પો લાવવા લાગ્યો અને શેઠ સુખેથી દેવપૂજા કરવા લાગ્યા. એ અવસરે જે થયું તે સાંભળે - આજ ભરતક્ષેત્રમાં ચંપા નામની મોટી પુરી છે. તેમાં સુરસુંદર નામે રાજા હતા. તેને ગુણવળી નામની રાણી હતી. એકદા તેણીએ સ્વપ્નમાં પોતાના ખેળામાં કલ્પલતા જોઈ. તરતજ તે જાગૃત થઈ, અને તેણે ભર્તારને તે વાત કહી. ત્યારે રાજાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust