Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૩ જું
“ભરત’ નામ કેમ પડ્યું ? ચોથા આરામાં કલ્પવૃક્ષ ફળ રહિત બન્યાં હતાં, પૃથ્વી વિકાસ રહિત અને નદીનાં જળ નિવાદિષ્ટ થયાં હતાં. આ આરે એક કે2િ વર્ષ પ્રમાણને પસાર થયું હતું, જેમાં
અતિમ કાળમાં ભારતના પ્રથમ ઈક્વાકુ રાજ્યકુળમાં જન્મેલા બાષભદેવ મહારાજા કે જેઓ યુગાદિ પ્રથમ તીર્થંકર થઈ ભારતને ઉદ્ધાર કરી મોક્ષગામી બન્યા હતા તેમના પુત્ર ભરત ચક્રવતીએ દેવતાઈ ચક્રના બળે છ ખંડ પૃથ્વીને જીતી ચક્રવતી પદ ધારણ કર્યું હતું. તેમના રાજ્યપાનીને મુખ્ય પ્રદેશ ગંગાનદીના કાંઠે, આપણે પૂર્વ પ્રકરણમાં જોઈ ગયા તે પ્રમાણે, ઈન્દ્રમહારાજાની આજ્ઞાથી બનેલ અયોધ્યાને પ્રભાવશાલી સંસ્કારી ધમીપ્રદેશ હતો કે જ્યાંથી ભારત સામ્રાજ્યની રાજ્યગાદીની
ભરતખંડ” તરીકેની અમર નામના સ્થાપન થઇ. આ કાળ પૂર્વે ભારતમાં સામ્રાજ્ય જેવું કશું જ હતું જ નહિ. ભારતવર્ષનું આ કાળ પૂર્વેનું નામ સસસેન્ધવ હતું.
ગંગા અને યમૂનાના તટ ઉપર આર્યોને નિવાસ હતું. આ બને નદીઓ તેમજ પંજાબની પાંચે નદીઓ સાથેના પ્રદેશમાં ભારતની પ્રજાનું નિવાસસ્થાન સંગઠિત રીતે હોવાના કારણે આ પ્રદેશને સૈન્યવ તરીકે સંબોધાતે હતે. બાદ ભરત મહારાજાએ સંપૂર્ણ રીતે છ ખંડ પૃથ્વીને વિજય કરી, સામ્રાજ્યનો વિસ્તાર વધારી, ચક્રવતી પદ પ્રાપ્ત કર્યું તે કાળથી આજસુધી ભારતની સંસ્કારી આર્યભૂમિ ભરતખંડ તરીકે વખણાય છે. શ્રીમદ ભાગવત્ પુરાણુ જણાવે છે કે ભરત મહારાજાએ યવન, હુણ, માયડુર આદિ જાતિઓને જીતી પોતાને સ્વાધીન કરી.
પરસીયને પૂર્વે સિધુ નદીને હિંદુ અને સનેહ તરીકે સંબોધતા હતા. બાદ શિક લેકે સિધુને ઇડસુ નામે સંબોધતા હતા. એ ઉપરોક્ત કારણસર ભારતને ઈન્ડિયા તરીકે સંબે| ધવાનું ચાલુ થયું છે. આ ઇન્ડિયા નામ વિદેશીઓદ્વારા પ્રાપ્ત થયું છે. જેવી રીતે ગ્રેટબ્રિટનના
એક અંગ તરીકે બ્રિટન ઓળખાય છે તેવી રીતે જંબદ્વીપના એક અંગ તરીકે ભરતક્ષેત્રને પ્રદેશ ઓળખાય છે.
ચોથા આરાથી પાંચમા આરાની શરૂઆત સુધીમાં ભારતની રાજ્યગાદી ઉપર ચકવતી