________________
દયા
અને સર્વ કષ્ટ અને વિપત્તિઓને હણનારી છે.
(૩) વ્યવહારજીવનમાં જો આપણે આપણી પુત્રપૌત્રાદિ સંતતિનું ખૂબ પ્રેમ અને કાળજીથી જતન કરીએ છીએ તો ક્યા ન્યાયથી આપણે બીજા જીવોની સંતતિનો ઘાત કરીએ ?
(૪) તપ, શાસ્ત્રજ્ઞાન, વ્રતાદિનું પાલન, ધ્યાન, દાન, સચ્ચારિત્રનું સેવન – આ બધાયની જનની દયા (અહિંસા) છે, માટે સર્વધર્મસાધનાની સિદ્ધિ માટે દયાધર્મનું મહાન પ્રયત્નથી પાલન કરવું જોઈએ.
(૫) દયાળુ તથા વિનયવાન રહેવું અને સચ્ચારિત્રવાન બનવું તે જ પરમ ધર્મને પામવાનો ઉત્તમ ઉપાય છે.
(૬) હિંસા તે પશુતાની વૃત્તિ છે, માનવતાની નહિ. જો આપણે માનવને આત્મવિકાસલક્ષી સ્વીકાર્યો હોય, તો આપણે હિંસા આચરી શકીએ નહિ.
(૭) ધર્મરૂપી કલ્પવૃક્ષનું જે બીજ છે, વિશ્વનાં સર્વ પ્રાણીઓને જે સર્વ રીતે સુખ આપનારી છે અને અનંત દુઃખોનો જે વ્યુચ્છેદ કરનારી છે તે દયારૂપી દેવી જયવંત વર્તો.
(૮) વાસ્તવમાં તે પુરુષ જ શ્રેષ્ઠ છે જેના જીવનમાં દયાધર્મ નિરંતર પ્રકાશતો હોય, જે અમૃતવાણી બોલતો હોય અને જેનાં નેત્ર નમ્રતાવશ હંમેશાં નીચાં ઢળેલાં હોય.
| (૯) તનથી, મનથી અને વચનથી જેઓ કોઈ પણ પ્રાણીને દુ:ખ દેતા નથી તેવા ઉત્તમ પુરુષનું દર્શન કરવાથી અનેક પાપકર્મોનો નાશ થાય છે.
(૧૦) સઘળા મતનાં સઘળાં શાસ્ત્રોમાં એ જ સિદ્ધાંત છે કે ધર્મનું મૂળ દયા છે. જ્યાં દયાપાલનનું લક્ષ નથી ત્યાં પાપની જ પ્રવૃત્તિ છે. આ કારણથી સાધક જીવોએ કોઈ પણ બહાના હેઠળ દયાધર્મનો ત્યાગ કરી સંકલ્પપૂર્વક જીવોનો ઘાત કરવો જોઈએ નહિ.
દયાધર્મનાં જીવંત દૃષ્ટાંતો
બંગાળમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામે એક મહાન પુરુષ થઈ ગયા.
ઈશ્વરચંદ્ર તેમના મિત્ર ગિરીશચંદ્ર વિદ્યારત્નની સાથે કાલના ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યાં તેમણે રસ્તાની એક બાજુએ એક મજૂરને સૂતેલો જોયો. તેને ઝાડા-ઊલટીની બીમારી લાગુ પડી હતી અને તેથી તેનાં કપડાંમાંથી દુર્ગંધ આવતી હતી. આજુબાજુથી પસાર થતા લોકો મોઢું એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org