________________
ગૃહસ્થની સાધના
૨૫૧
અમદાવાદમાં ઝાંપડાની પોળમાં ત્રિકમભાઈ અને રણછોડભાઈ નામના કાપડના બે વેપારીઓ રહેતા હતા. એક વાર તેઓને સત્સંગનો યોગ બન્યો અને મહાત્માની વાણીની આ સંસ્કારી ભાઈઓ પર એવી ગાઢ અસર થઈ કે તેઓ દરરોજ સત્સંગ અર્થે મહાત્મા પાસે જવા લાગ્યા. થોડા માસમાં દૈવયોગે મોટાભાઈ શ્રી રણછોડભાઈનું અવસાન થઈ ગયું. જેથી સ્વાભાવિક રીતે જ ત્રિકમભાઈના મનમાં પણ વૈરાગ્યભાવની વૃદ્ધિ થઈ
આ બાજુ એમ બનેલું કે જ્યારથી સત્સંગમાં જવાનું ચાલુ થયું હતું ત્યારથી આ ભાઈઓને વેપારમાં ખૂબ લાભ થવા માંડેલો અને પોણો લાખ ઉપરાંત રૂપિયાની સંપત્તિના તેઓ સ્વામી થયા હતા (વાચકને યાદ રહે કે આ સમયે સોનાનો ભાવ એક તોલાનો રૂ. વીસ હતો). - જ્યારે મોટાભાઈના અવસાનથી ખેદ પામેલા ત્રિકમભાઈએ મહાત્માને કહ્યું કે, મારે હવે બધો વેપાર બંધ કરી દેવો છે. ત્યારે તેઓએ કહેલું, ‘ત્રિકમભાઈ ધીરજ રાખો. એમ ઉતાવળે આંબા ન પાકે. ભક્તિ-સત્સંગ-તત્ત્વજ્ઞાનમાં વધારે સમય ગાળવા માટે પ્રયત્ન કરો. દુકાનો કોઈ બંધ નથી કરવાની, વધારાના મુનીમજીની નિમણૂક કરો અને થોડા કલાક વેપારમાં પણ ધ્યાન રાખો. હવે જે નવી ઊપજ થાય તેના પચાસ ટકા સીધા ધર્મોનાં કાર્યોમાં વાપરો, ખૂબ ઉદા-વૃત્તિના થાઓ અને અંગત જીવન સાદું બનાવો. આગળ ઉપર જેમ જેમ ધર્મમય જીવનમાં રસ વધે તેમ તેમ નિવૃત્તિ લઈ પછી સંપૂર્ણ ધર્મમય જીવન જીવજો.”
– અને ત્રિકમભાઈએ મહાત્માની આજ્ઞાનું પાલન કરી પોતાના જીવનને ક્રમે કરીને દાનથી, ભક્તિથી અને ધર્મ આરાધનાથી એવું તો રંગી નાખ્યું કે તેમને જોતાં જ એક આદર્શ સદ્દગૃહસ્થનો નમૂનો સૌની નજર સમક્ષ રજૂ થઈ જતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org