________________
૩૦૪
સાધક-સાથી
(૬) ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ને બીજો દયા સમાન,
અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને દળવા દોષ. (૭) મનુષ્યભવ ઉત્તમ કુળમાં જન્મ, વિસ્તૃત વૈભવ, લાંબું આયુષ્ય, તંદુરસ્ત શરીર, ઉપકારી મિત્રો, બુદ્ધિમાન શીલવતી ધર્મપત્ની, પરમાત્મામાં ભક્તિ, આત્મજ્ઞાનીપણું, વિનયસંપન્નતા, ઇન્દ્રિયવિજય, સુપાત્રદાન પ્રત્યે ઉત્સાહ – આ બધાની પ્રાપ્તિ આ દુનિયામાં વિશિષ્ટ ધર્મની આરાધના વડે જ વિરલ પુરષોને થઈ શકે છે. (૮) અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ.
અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ. અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ !
આ વિશ્વમાં સર્વ કાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. (૯) આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે... શ્રીમત્ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અભુત સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તે.
(૧૦) હે ભાઈ ! તું નિરંતર વિચાર કર્યા કરે છે કે ધન કેવી રીતે મળે ? પણ ધન તો પુણ્યરૂપી ધર્મથી જ પ્રાપ્ત થાય છે એ વાત સમસ્ત જગતમાં પ્રસિદ્ધ છે. ધર્મ (પુણ્ય)થી ધન મળે છે, પાપ વિણસી જાય છે, સર્વ પ્રકારનાં દુઃખો નષ્ટ થઈ જાય છે, સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે અને પરંપરા મોક્ષ મળે છે. આ સત્ય જાણીને હે ભાઈ ! મન વચન-કાયાથી ધર્મ-આરાધનામાં લાગી જા. આ જ ઉપાય વીતરાગ પરમાત્માએ બતાવ્યો છે. (૧૧) ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જિનેસર,
ઘરમ જિનેસરચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે તો કર્મ જિનેસર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org