Book Title: Sadhak Sathi
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 331
________________ ૩૧૨ (૫) ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ, વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. (૬) છહૌં દ્રવ્ય નવ તત્ત્વતેં, ન્યારો આતમરામ, ઘાનત જો અનુભવ કરે, તે પાવૈ શિવધામ. (૭) આત્મા, દ્રવ્યે નિત્ય છે પર્યાયે પલટાય, બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. (૮) નહિ વિશુદ્ધ અનુભવ વિના, શુદ્ધ સ્વરૂપ પમાય; શાસ્ત્ર યુક્તિથી બાહ્ય. અતીન્દ્રિય પરબ્રહ્મ શત (૯) અહો ! અનંત બળનો સ્વામી એવો આ આત્મા ધ્યાનની શક્તિથી ત્રણે લોકમાં ખળખળાટ મચાવી શકે તેવા સમસ્ત વિશ્વને પ્રકાશનારા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. - સાધક સાથી (૧૦) જેનું મનન મન દ્વારા નથી થઈ શકતું, પરંતુ જેની શક્તિથી જ મન મનન-વ્યાપારમાં સફ્ળ બની શકે છે તેને તમે આત્મા (બ્રહ્મ) જાણો (૧૧) નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપયોગમય આત્મા છે. Jain Education International અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે. આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન અનુભવમાં છે. તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અમલિન સ્વરૂપ હોવાથી ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે. તેના ફળનો ભોક્તા છે. ભાન થયે સ્વભાવપરિણામી છે, સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346