Book Title: Sadhak Sathi
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 339
________________ અંતમંગળ આ રીત તેથી પૂર્ણ થાયે ‘સાથી-સાધક' ગ્રંથ આ; જેમાં કહ્યો છે માર્ગ જે સૌ જીવને હિતકર સદા. જે શ્રી ગુરુઓના મુખેથી શ્રવણ કર્યું આ જન્મમાં; ને પૂર્વસંસ્કારો તણું ભાથું ભળ્યું છે જેહમાં. અભ્યાસ અલ્પમતિ થકી નિયો કંઈ આ જીવનમાં, ને અલ્પ અનુભૂતિ થઈ જે કાંઈ આ નરજન્મમાં. સર્વજ્ઞ-સદ્ગુરુ-સંગશુભથી દોષ જે કંઈ પરિહર્યા; ને શાસ્ત્રસમ્મત રીતથી કરી તત્ત્વની આરાધના, તો પણ ભર્યો અવગુણ અનેકે મંદતિ હું આત્મ આ; અવગુણ જોઈ મુજ તણા હાંસી ન કરશો બુધજના. રૂડું કંઈ દેખાય અહીં જો સંતજનકૃપા ગણો; ને દોષસહ જે હોય તે મુજ તુચ્છની ત્રુટિઓ ગણો. શુભભાવ અર્થે થઈ જ રચના અન્ય કંઈ છે કામ ના; સર્વજ્ઞશાસન શરણ ચાહું અન્ય ના ઇચ્છું કદા. ગુરુરાયના પરતાપથી પામું પૂરણ નિજસંપદા; સૌ જીવ વરજો એ રીતે સ્વદ્રવ્ય-શાશ્વત ચેતના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346