Book Title: Sadhak Sathi
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 332
________________ SO પ્રશ્ન ૧ : અધ્યાત્મ એટલે શું ? ઉત્તર ૧ : સ્વ-ભાવને સ્વભાવરૂપે યથાર્થપણે ઓળખી તે અંગીકાર કરવો અને પર-ભાવને ૫૨-ભાવરૂપે યથાર્થપણે ઓળખી તેને અંગીકાર ન કરવો તે અધ્યાત્મ છે. પ્રશ્ન ૨ : આ અધ્યાત્મની જીવનમાં શું અગત્ય છે ? ઉત્તર ૨ : પૂર્વાચાર્યોએ અનેક પ્રકારની વિદ્યાઓમાં મુખ્ય ચૌદ વિદ્યાઓ કહી છે. આ ચૌદ વિદ્યાઓમાં શાશ્વત આનંદને આપનારી, સર્વોપરી વિદ્યા તે અધ્યાત્મવિદ્યા છે, માટે શાશ્વત આનંદના ઇચ્છુકે તે વિદ્યા જાણવી રહી પામવી રહી. અમે શાસ્ત્રોમાંથી આત્માના શુદ્ધ-બુદ્ધ-સચ્ચિદાનંદ સ્વરૂપને વાંચી અને જાણી લીધું છે, તેથી હવે અમને પણ અધ્યાત્મની પ્રાપ્તિ ખરી કે નહિ ? પ્રશ્ન ૩: ઉત્તર ૩: દુનિયાનો સર્વોત્તમ આનંદ જો એમ ઉપલક જાણપણાથી મળતો હોય તો તો જગતમાં ઘણા જીવોને તે પ્રાપ્ત થઈ જાત. જાણવાથી માત્ર માહિતી પ્રાપ્તિ થાય. એટલા માત્રથી કાર્ય સિદ્ધ થતું નથી. પ્રશ્ન ૪ : દોરડામાં સર્પની ભ્રાંતિ થઈ હોય તે દૂર થતાં ભય જતો રહે છે તેમ આત્માના શુદ્ધ સ્વરૂપના જાણપણાથી સાચા અધ્યાત્મી બની શકાય કે નહિ ? અધ્યાત્મ ઉત્તર ૪: માત્ર જાણપણાથી સાચા અધ્યાત્મી ન બની શકાય. આ જીવ અનાદિ કુસંસ્કારને વશ હોવાથી તેવું જાણપણું તુરત જ ભૂંસાઈ જાય છે, માટે પ્રાપ્ત થયેલો બોધ સાધકમાં પરિણામ પામે તે માટે તેનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ; અને તેવો અભ્યાસ કરવા માટે જરૂરી એવી પાત્રતાના વિવેક, ઉપશમ, તિતિક્ષા, વૈરાગ્ય આદિ જે ગુણો તે જીવનમાં પ્રગટાવવા જોઈએ. આવો અભ્યાસ તો કષ્ટદાયક લાગે છે. તેની શી જરૂર છે ? For Private & Personal Use Only પ્રશ્ન ૫ : Jain Education International — www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346