________________
અધ્યાત્મ
પ્રશ્ન ૭ :
(ડ) આત્મા જ દેવ, આત્મા જ ગુરુ, આત્મા જ ધર્મ, આત્મા જ સુખ, આત્મા જ મોક્ષ, આત્મા જ અખંડ આનંદનું ધામ અને આત્મા જ પરમાત્મા છે એવી ભાવનાના આલંબનથી વૃત્તિ અંતર્મુખ અને નિર્મળ કરી રહ્યો છું કે નહિ ? ઇત્યાદિ.
તો આ થોડા અધ્યાત્મજ્ઞાનના બોલો ગોખી પોતાને શાની માને તે કેવા છે ?
૩૧૫
ઉત્તર ૭ઃ જ્ઞાનીની દૃષ્ટિમાં તેઓ કરુણાપાત્ર છે. કર્મબંધ માત્ર પોતાની માન્યતા પ્રમાણે નથી થતો પણ દશા પ્રમાણે થાય છે. વળી જીવનમાં અનુભૂતિ પણ દશાની અવસ્થાની હોય છે. માન્યતાની હોતી નથી. જેઓ મુખ્યપણે આત્માનંદના ભોગી હોય તેઓ વિષયાનંદના પ્રેમી હોતા નથી. આત્મજ્ઞાનથી પરિતૃપ્ત પુરુષ રુચિપૂર્વક સાંસારિક વિષયોમાં રમે નહિ કારણ કે તે સાચા આનંદના દેનારા નથી, તેવું તેને સ્પષ્ટ અને દૃઢ અંતરશ્રદ્ધાન હોય છે. વળી આત્માનંદના અનુભવથી તેઓનું ચિત્ત શીતળ અને શાંત થયું હોય છે, તેથી અયોગ્ય વિષયોમાં તેમની પ્રવર્તનબુદ્ધિ ઘટતી નથી.
માટે અનુભવજ્ઞાની તે અનુભવજ્ઞાની છે અને શુષ્કાની તે શુષ્ક-જ્ઞાની છે.
પ્રશ્ન ૮ : તે બન્ને વચ્ચે કેવી રીતે ભેદ પાડવો ?
ઉત્ત૨ ૮ : તે કામ સહેલું નથી. બાહ્ય દૃષ્ટિવાન પુરુષને તો બન્ને સરખા લાગે છે, પરંતુ સાચી સાધનાના બળે જેમણે મુમુક્ષુપણું પ્રગટ કર્યું છે તેમને એક અંતરદૃષ્ટિ પ્રાપ્ત થાય છે જેને મુમુક્ષુનાં નેત્ર' કહે છે અને તે નેત્રો મહાત્માને - સાચા અનુભવી પુરુષને - ઓળખી શકે છે. આમ સ્વચ્છંદનો નિરોધ કરીને અને સત્સંગયોગે તત્ત્વબોધની પ્રાપ્તિથી જો ઉત્તમ મુમુક્ષુપણું પોતે સત્પુરુષાર્થથી પ્રગટાવે તો તે સાચો ઝવેરી બનવાથી સત્પુરુષરૂપી હીરાને પારખી શકે છે. અત્યંત આત્મજાગૃતિ, નિઃસ્પૃહતા, અવિરુદ સ્પષ્ટ આત્માર્થબોધક વાણી, અંતર્મુખ વલણ અને સમત્વદ્યોતક નિરાગ્રહી તત્ત્વદૃષ્ટિનું જીવનવ્યવહારનાં કાર્યોમાં પડતું પ્રતિબિંબ એ આદિ વડે અનુભવજ્ઞાની શુષ્ક જ્ઞાનીથી જુદા પડી જાય છે. એકમાં પરમાર્થદશા પ્રગટ થવાથી સાહિજકતા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org