Book Title: Sadhak Sathi
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 336
________________ અધ્યાત્મ ૩૧૭ સહકારીપણું સાધકને કેવી રીતે હોઈ શકે છે ? ઉત્તર ૧૧ જો બગીચાને માળીની જરૂર છે, ખેતરને રખેવાળની જરૂર છે, કમળને ખીલવા માટે સૂર્યકિરણોની જરૂર છે અને સંસ્કારી બાળઉછેર માટે માતાની જરૂર છે તો સાધકદશાની ઉત્પત્તિ, સંરક્ષણ, સંવર્ધન અને સંતોત્પત્તિકરણમાં (સાધકમાંથી સંત થવાની પ્રક્રિયામાં) અધ્યાત્મજ્ઞાનીના સાનિધ્ય અને આશ્રયની પણ જરૂર છે એમ જાણીએ છીએ. અનાદિથી અપરિચિત એવું જે આત્મતત્ત્વ તે આ જગતમાં એકમાત્ર અનુભવી સંતમાં જ પ્રગટપણે જોવા મળી શકે છે. જો કે તેમનું શુદ્ધાત્મત્વ એકદમ ઓળખાતું નથી તો પણ જેમ મોરલીના નાદે સર્પ જાગીને ડોલવા લાગે છે તેમ, તેમની દિવ્યપણાથી વ્યાપ્ત એવી મન-વચન-કાયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતાં પવિત્ર સ્પંદનોના વાતાવરણમાં નિકટભવી સુપાત્ર સાધકજીવની મોહમૂછ ઊતરવા લાગે છે. જેમ ઝવેરીને સાચા હીરાનું ઓળખાણ પડી જાય છે તેમ મુમુક્ષને પણ સાચા અધ્યાત્મજ્ઞાનીનું ઓળખાણ પડી જાય છે. હા, એ સત્ય છે કે તેનું મુમુક્ષપણું યથાર્થ અને ઉચ્ચ કોટિનું હોવું જોઈએ. વળી મોક્ષની સાધના સામાન્યપણે લાંબી છે તેથી વચ્ચે વચ્ચે આવતાં અનેક વિબોથી બચાવવા, માર્ગમાં આવતી અને મુશ્કેલીઓ દૂર કરવા, નિરાશાના સમયમાં આશાનું કિરણ પ્રાપ્ત કરવા અને અંત સુધી લોકોત્તર માર્ગની પ્રેરણા પ્રાપ્ત કરવા જીવંત અધ્યાત્મજ્ઞાનીનો સમાગમ સાધકને માટે ઉત્તમ સહકારી કારણ છે. આ વાત માત્ર તર્કગમ્ય નથી, પરંતુ તર્ક સાથે અનુભવગમ્ય પણ છે એમ જાણો. કલ્યાણ થાઓ. પ્રશ્ન ૧૨ ઃ અધ્યાત્મનો મહિમા શાસ્ત્રને આધારે બતાવો. ઉત્તર ૧૨ : ૧. જે જાણે પરમાત્માને અને તજે પરભાવ, પંડિત આત્મા જાણે છે, તે છોડે ભવ સાવ. (૨) શમાવી ચિત્ત વિક્ષેપો, એકાંતે લીન આત્મમાં, અભ્યાસે ઉદ્યમ યોગી, સહજાતમહત્ત્વતા. (૩) સબોધ સદ્ગુરુ તણો જીવ જે ઉપાસે, છે તેને નિજાત્મ થકી પુદ્ગલ ભિન્ન ભાસે. ૧. પુદ્ગલ = જડ, અચેતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346