Book Title: Sadhak Sathi
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 326
________________ આ ૨-૩ ૩૦૭ આત્મદશા (કૈવલ્ય) પ્રોટી નથી. આવા મહાન સાધક આત્માઓને સંત, જ્ઞાની, સમ્યગ્દષ્ટિ, મહાત્મા, સાધુ, મુનિ, આચાર્ય વગેરે અનેક નામોથી સંબોધવામાં આવે છે. પ્રશ્ન : સાધકને ઉપયોગિતાની અપેક્ષાએ, આત્માના બીજા વિવિધ પ્રકારો કહો. ઉત્તર : એક પ્રકારે ઃ બધા આત્માઓમાં ચેતનસત્તા છે તે અપેક્ષાએ બધા જીવો એક પ્રકારે છે. બે પ્રકારે ? સંસારી – જેઓ જન્મમરણથી છૂટયા નથી ? સિદ્ધ – જેઓ જન્મમરથી સર્વથા રહિત છે. ત્રણ પ્રકારે : બહિરાત્મા (અજ્ઞાની) અંતરાત્મા (જ્ઞાની) પરમાત્મા (પૂર્ણ જ્ઞાની) ચાર પ્રકારે નરકગતિ, પશુગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં રહેલા આત્માઓ. પાંચ પ્રકારે એકેન્દ્રિય, દ્વિ-ઈન્દ્રિય, ત્રિ-ઇન્દ્રિ, ચતુર-ઇન્દ્રિય અને પંચેન્દ્રિય-જેને જેટલી ઈન્દ્રિય હોય તે પ્રમાણે ઉપર્યુક્ત પાંચ પ્રકારો છે. છ પ્રકારે ત્રસ* જીવનો એક પ્રકાર અને પૃથ્વીકાય, પાણીકાય, વાયુકાય, અગ્નિકાય અને વનસ્પતિકાય એમ સ્થાવર જીવોના પાંચ પ્રકાર એમ કુલ છ પ્રકાર થાય. પ્રશ્ર ૭: આત્માના નિત્યપણાનો નિર્ધાર કેવી રીતે થઈ શકે ? ઉત્તર ૭ઃ શાંતિપૂર્વક જીવનની વિચિત્રતાઓ નિહાળો. આટલાં બધાં મનુષ્યોમાં કે પ્રાણીઓમાં કોઈ બિલકુલ એક સરખાં નથી. એક જ માબાપનાં બે બાળકોમાં એક સ્વરૂપવાન, સદાચારી, શ્રીમંત અને ધીમત છે; જ્યારે બીજો કદરૂપો, દુરાચારી, નિર્ધન અને મૂર્ખ છે. બન્નેને જીવન-કેળવણી તો સરખી જ મળી છતાં કેટલો બધો ભેદ ! આ ભેદ માત્ર આકસ્મિક ન માની શકાય. દરેક કાર્યનું કોઈ ચોક્કસ કારણ હોય છે તેમ અહીં પણ પૂર્વકર્મરૂપ કારણ છે જેને *ત્ર નામકર્મના ઉદયનું નિમિત્ત હોતાં જેઓ હરીફરી શકે તે જીવો ત્રસ કહેવાય છે અને તેમ કરી શકે નહિ તેઓ સ્થાવર (એક જ જગ્યાએ સ્થિર રહેનારા) કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346