________________
મનુષ્યભવ
૨૮૩
સિદ્ધ કરી શકાય છે. માટે આ દેહમાં રહેવાનો પરવાનો રદ થઈ જાય તે પહેલાં જ આવાં ઉત્તમ કાર્ય કરી લેવાનો મહાન ઉદ્યમ
બની શકે તે પ્રમાણે વર્તવું યોગ્ય છે. પ્રશ્ન : ૯ મનુષ્યભવનો મહિમા શાસ્ત્રોના આધારે બતાવો. ઉત્તરઃ ૯ (૧) ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સુમિરનકો ચાવ,
નરભવ સફલો વો કરે, દાન, શીલ, તપ ભાવ. (૨) બંદે તું કર બંદગી, તો પાવૈ દીદાર;
ઔસર માનુષ જનમકા, બહુર ન વારંવાર. (૩) અંજલિકો નિર જૈસે જાવત શરીર તૈસે;
ધરે અબ ઘીર કૈસે બીતત તમામ હૈ જિંદગી સુધાર બંદે યહી તેરો કામ હૈ, માનુષકી દેહ પાયી, પ્રભુસે ના પ્રીત લાયી, વિષયોકે જાલ માંહિ ફસિયા નિકામ હૈ
જિંદગી સુધાર બંદે યહી તેરો કામ હૈ. (૪) જે મૂર્ણ પુરુષ આ દુર્લભ માનવભવને પામીને પણ યત્નપૂર્વક ધર્મનું આચરણ કરતો નથી તે પ્રમાદથી ચિંતાતુર થઈને પોતાને મળેલા રત્નચિંતામણિને સમુદ્રમાં ફેંકી દેનારો (અવિચારી) છે.
(૫) મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય આત્મદર્શન છે અને તેની સિદ્ધિનો મુખ્ય અને એકમાત્ર ઉપાય પરમાર્થષ્ટિ સહિત જીવમાત્રની સેવા કરવી તે છે.
(૬) મનુષ્યનું સાચું જીવન ત્યારે શરૂ થાય છે, જ્યારે તે અનુભવે છે કે શારીરિક જીવન અસ્થિર છે અને તેનાથી સાચો સંતોષ પ્રાપ્ત થઈ શકતો નથી.
(૭) જ્યાં સુધી આ શરીર સ્વસ્થ છે, જ્યાં સુધી ઘડપણ દૂર છે, જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ હણાઈ ગઈ નથી અને જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ થયું નથી, ત્યાં સુધીમાં જ વિવેકી મનુષ્ય આત્મકલ્યાણ અર્થે મહાન પ્રયત્ન કરવો જોઈએ. ઘરને આગ લાગ્યા પછી કૂવો ખોદવા બેસવું તે કેવી મૂર્ખતા. ગણાય ?
(૮) દુરન્ત અને સારવર્જિત આ અનાદિ સંસારમાં ગુણસહિત મનુષ્યપણું જીવનને દુષ્પાપ્ય અર્થાત્ દુર્લભ છે. હે આત્મન ! તેં જો આ મનુષ્યપણું કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે તો તારે પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. આ મનુષ્યજન્મ સિવાય For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International