________________
૨૯૦
સાધક-સાથી
પ્રશ્નઃ ૫ કોઈ પુરુષને વિશિષ્ટ પુણ્યોદય હોતાં દેહ-ઇન્દ્રિયની સ્વસ્થતા
અને બાહ્ય પદાર્થોની અનુકૂળતા હોય તો તો તે સુખી ગણાય કે
નહિ ? ઉત્તર : ૫ તે બન્નેની પ્રાપ્તિ હોય છતાં જ્યાં સુધી અંતરમાં નવા નવા ભોગની
ઇચ્છા રહ્યા કરે ત્યાં સુધી આકુળતા-વ્યાકુળતા રહ્યા કરે છે અને
જીવ બેચેન થઈ જાય છે તેથી તે ખરેખર સુખી નથી. પ્રશ્ન : ૬ તો સાચા સુખનું શું લક્ષણ કહો છો ? ઉત્તરઃ ૬ જે અતિશય છે, આત્મા વડે જ ઉત્પન્ન થયેલું છે, વિષયાતીત છે,
અનુપમ છે, અનંત છે અને અવિચ્છિન્ન (અતૂટ ધારાપણે) છે તે
સાચું સુખ કહેવાય છે. તેને જ પૂર્ણ આત્માનંદ કહીએ છીએ. પ્રશ્ન : 9 શું આવું સુખ આ જમાનામાં પ્રગટે ખરું? ઉત્તર ઃ ૭ હા, આવું સુખ અત્યારે પણ પ્રગટી શકે છે. એટલે કે આ જાતનું
(અતીન્દ્રિય, સ્વસંવેદનથી ઊપજતું) સુખ આત્મજ્ઞાન પ્રગટ કરી આગળ વધતાં સાતિશય નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત થતાં મહદ્
અંશે પ્રગટી શકે છે. પ્રશ્ન : ૮ સુખપ્રાપ્તિનો સાચો ઉપાય શું છે ? ઉત્તર : ૮ એવો ઉપાય કરવો જોઈએ કે તત્ત્વષ્ટિથી ઇચ્છા જ ઘટતી જાય
અને ઘટતી ઘટતી સર્વથા નાશ પામે. આમ જો કરવું હોય તો ઇચ્છાની ઉત્પત્તિનું નિમિત્ત-કારણ જે કર્મબંધન તેને કાપવું જોઈએ અને ઇચ્છા (વિષમ ભાવ – સંકલ્પ-વિકલ્પોની જાળ)
જ્યાં નથી તેવું જે આપણું સાચું આત્મસ્વરૂ૫, તેની પ્રતીતિ, લક્ષ અને અનુભવ કરવો જોઈએ. જેમ જેમ આત્મા કર્મબંધનથી. વિમુક્ત થતો જાય તેમ તેમ ઇચ્છા ઘટતી જાય અને આત્મામાં રહેલા આનંદગુણનો, સ્વસંવેદન અને ઉપશમભાવ દ્વારા વિકાસ થાય છે, જેથી આકુળતા ઘટતી જાય છે અને સ્વયંસ્કૃતિના વિકાસથી સંતોષ અને નિઃસ્પૃહતાનું પ્રમાણ વધતું જાય છે. આખરે સર્વ કર્મોનો નાશ થતાં સાધક-આત્મા પોતે જ પૂર્ણ
પરમાનંદરૂપ થઈ જાય છે. પ્રશ્ન : ૯ શરીર હોતાં શું પૂર્ણ આનંદ હોય છે ? ઉત્તર : ૯ હા, શરીર હોતાં પણ ઇચ્છાનો (મોહનીય કર્મનો) સર્વથા નાશ થતાં અને ચારિત્ર (આત્મસ્થિરતા) પૂર્ણ-પણે પ્રગટતાં જીવને For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International