________________
સનાતન ધર્મ
૩૦૧
સમાધિસુખની કે આગામી જીવનમાં ઉત્તમ ગતિની પ્રાપ્તિ થઈ શકતી નથી.
પ્રશ્ન : ૪
તો શું અમારી માન્યતાઓને ખોટી કહો છો ?
ઉત્તર ઃ ૪ ભાઈ ! અમારી કે તમારી માન્યતાઓનો સવાલ જ નથી. અહીં તો સત્યની સમજણ અને સત્યને અનુસરવાની વાત છે.
સામાન્યપણે ઘણાખરા, સાંપ્રદાયિક ધર્મોમાં પણ સત્યના કંઈક અંશો તો રહેલા હોય છે. અંશોમાં કાંઈક દાનની, કાંઈક પરોપકારની, કાંઈક પ્રામાણિકતાની, કાંઈક સંતોષ-સાદાઈની, કાંઈક નીતિમત્તાની, કાંઈક દયા પાળવાની, કાંઇક ગુરુભક્તિની અને કાંઈક પ્રાર્થના, પ્રાયશ્ચિત કે ધ્યાનની વાતો હોય છે. આવા કેટલાક અંશોને જો તે માણસ અનુસરે તો તે કાંઈક કોમળતાવાળો અથવા સદ્ગુણી પણ બની શકે છે, પરંતુ અહીં તો, આગળ ઉપર જ સનાતન ધર્મ જણાવ્યો તેની મુખ્યપણે વિચારણા કરવી છે. તેવા સત્યાર્થરૂપ ધર્મને ખરેખર માનવા કે જાણવા માટે જગતના મોટા ભાગના જીવોને જિજ્ઞાસા કે રુચિ નથી. તેઓ દુનિયાનાં કાર્યોમાં એટલા બધા અને એવી રીતે મસ્ત થઈ ગયા છે કે સહેજ પણ થોભવા કે સાંભળવા જ તૈયાર નથી. તો સાચી સમજણ કે સાચી માન્યતાની ભૂમિકા સુધી તેઓ કેવી રીતે પહોંચી શકે ?
આમ, પક્ષપાતરહિત થઈને પોતાના જીવનમાં વિનય, ક્ષમા, સંતોષ આદિ ગુણો જેના વડે વિકાસ પામે અને ક્રોધ, લોભ, અભિમાન આદિ વિકારો ખરેખર વિલય પામે એવા ધર્મ પ્રત્યે જ્યાં સુધી સાધક વળે નહિ અથવા તેવો પ્રયત્ન આદરે નહિ ત્યાં સુધી તેની ધર્મ અંગેની કોઈ પણ માન્યતા યથાર્થ ગણી શકાય નહિ, કારણ કે ઃ
સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ ’’
એવું મહાજ્ઞાની પુરુષોનું વચન છે.
પ્રશ્ન ઃ ૫
તો શું સદ્ગુણો જીવનમાં પ્રગટ કરવા તે જ સાચો ધર્મ છે ? ઉત્તર : ૫ સદ્ગુણો પ્રગટ કરવાથી પરમાર્થધર્મ પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રગટ થાય છે. માત્ર સદ્ગુણો જ પ્રગટ કરે પણ તે સર્વ સદ્ગુણોનો મૂળ આધાર એવો જે પોતાનો શુદ્ધાત્મા તેને પ્રતીતિમાં, જ્ઞાનમાં અને અનુભવમાં ન ગ્રહણ કરે તો તે સાધકને સદ્ગુણસંપન્નતાની ભૂમિકા દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય પરમાર્થધર્મની પ્રાપ્તિ થાય નહિ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org