________________
સનાતન ધર્મ
પ્રશ્ન : ૧ સનાતન ધર્મ એટલે શું ? ઉત્તર : ૧ જેના વડે જગતના જીવો દુઃખદર્દથી છૂટીને સુખ-સમૃદ્ધિને પામે,
જેનાથી અનેક પ્રકારના દુર્ગુણો છૂટી જઈ સગુણોનો વિકાસ થઈ આત્મશુદ્ધિ વધે, જેનાથી દુર્ગતિમાં જતાં અટકી જઈ સુગતિ પામીને અંતે જન્મ-જરા-મરણ તથા આધિ-વ્યાધિ-ઉપાધિથી સર્વથા છૂટી જઈ શાશ્વત જ્ઞાન-આનંદમય દશાને પામે તેને
સનાતન ધર્મ કહીએ છીએ. પ્રશ્ન : ૨ લોકોમાં ધર્મની કેવી માન્યતા છે ? ઉત્તર : ૨ જગતમાં અનેક પ્રકારે જીવો ધર્મની માન્યતા કરે છે અને ધર્મનું
આચરણ પણ કરે છે. કોઈક મંદિર-મસ્જિદ-ગિરજાઘર-ગુરદ્વારા જવામાં, કોઈક અમુક શાસ્ત્રો વાંચવામાં, કોઈક અમુક ગુરુ વગેરેની ભક્તિ-માન્યતા કરવામાં તો કોઈક અમુક ક્રિયાકાંડ, તીર્થયાત્રા, માનવતાનાં કાર્યો કે પરોપકારવૃત્તિમાં, વળી કોઈક અમુક વસ્તુઓનો ત્યાગ કરી દેવામાં અથવા કોઈક પોતાને ફાળે
આવેલી ફરજ બજાવવામાં ધર્મ માને છે. પ્રશ્ન : ૩ શું આ માન્યતા સાચી છે ? ઉત્તર ઃ ૩ જ્યાં દેહધર્મની માન્યતા દેહાશ્રિત બુદ્ધિથી છે, ત્યાં
કુળપરંપરાગત ધર્મ હોય છે એમ જાણવું. સામાન્ય માનવી સામાજિક બુદ્ધિવાળો હોય છે અને તેથી મોટા ભાગે જે સમાજમાં તે જનમ્યો હોય તે સમાજને આધીન હોય છે. હવે જ્યાં દેહાશ્રિત માન્યતા અને પ્રવર્તન હોય ત્યાં તો બાપદાદાનો ધર્મ તે મારો ધર્મ એમ માન્યતા હોય છે, પણ આત્મવિકાસશીલ ધર્મની સમજણ કે માન્યતા હોતાં નથી તો પછી અનુસરણ કેવી રીતે હોય ? માટે જગતના જીવોને મન જે ધર્મ છે તેને માત્ર સામાજિક કે સાંપ્રદાયિક ધર્મ જાણો. તે ધર્મના તથારૂપ આરાધનથી જીવને આ જીવનમાં સમાધિસુખની કે આગામી જીવનમાં For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International