Book Title: Sadhak Sathi
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 304
________________ વિવેક પ્રશ્નઃ ૧ વિવેક એટલે શું? ઉત્તરઃ ૧ સામાન્યપણે વિવેક એટલે વિશેષપણે વિચારવાની શક્તિ. અહીં સાધકની અપેક્ષાએ મારા આત્માને શું હિતકર છે અને શું અહિતકર છે એમ વિચાર દ્વારા યથાર્થપણે નક્કી કરવું તે વિવેક છે. પ્રશ્ન : ૨ વિવેકની વ્યવહારજીવનમાં ઉપયોગિતા છે ? ઉત્તરઃ ૨ હા. શું ખાવું, શું પીવું, શું પહેરવું-ઓઢવું, કેવી રીતે વાતચીત કરવી, કેટલા પૈસા ખર્ચવા, કોની સોબત કરવી, કોનો ક્યાં કેવી રીતે વિનય-સત્કાર કરવો એ ઈત્યાદિ કાર્યોમાં વિચારપૂર્વક વર્તવું યોગ્ય છે. વ્યવહારજીવનમાં આવા વિવેકસહિત વર્તવાથી માણસ સજ્જન, માનવતાવાદી અને સગુણસંપન્ન થાય છે. પ્રશ્ન : ૩ પરમાર્થજ્ઞાનમાં વિવેકનું મહત્ત્વ કઈ રીતે છે ? ઉત્તર : ૩ પરમાર્થમાર્ગનું તો મૂળ જ વિવેક છે. જ્યાં સુધી વિવેક ઉદય ન પામે ત્યાં સુધી સાધકે મોક્ષમાર્ગમાં ચાલવાનું ખરેખર શરૂ કર્યું નથી. પ્રાથમિક ભૂમિકામાં આરૂઢ થયેલા મુમુક્ષુએ પોતાની દૈનિક ચર્યાને વિવેકપૂર્ણ બનાવવાની છે. આ સત્સંગ છે, આ કુસંગ છે, આ ગ્રંથ લાભદાયી છે. આ ગ્રંથ નિરર્થક છે, આ ભક્ષ્ય છે, આ અભક્ષ્ય છે, આનાથી પ્રમાદ વધશે, આનાથી પ્રમાદ નહિ થાય, આ પ્રસંગમાં જવાથી રોગ વર્ધમાન થશે. આ પ્રસંગથી વૈરાગ્યને પોષણ મળશે, આ ચામડાની વસ્તુઓનો વપરાશ, રાત્રિભોજન, પાણી યત્ના. વગર ગમે ત્યાં ઢોળવું વગેરે સ્થળ હિંસાનાં કારણો છે, સિનેમા-નાટક, ગપ્પાં મારવાં, નિંદા કરવી, અશ્લીલ શબ્દો બોલવા વગેરેથી સમયનો દુર્વ્યય છે. પોતાની બડાઈ કરવી, હદ ઉપરાંત ખાવું કે ઊંઘવું, વ્યસનોનું સેવન, ખાસ કારણ વગર કલબ વગેરેમાં જવું, ચુસ્ત-રંગબેરંગી વસ્ત્રો પહેરવાં, વડીલ-વિદ્વાન-સંત-મુનીશ્વરાદિનો સત્કાર-વિનય ન કરવો, સારી ટેવો ન પાડવી વગેરે સ્વચ્છેદવૃત્તિનાં દ્યોતક છે. આમ વિવિધ પ્રકારે અંતર્વિચારણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346