________________
૨૮૬
સાધક-સાથી
કરીને જીવન ઉન્નત બને તેમ વર્તવું તે સાધકના જીવનમાં વિવેકપૂર્ણ દૃષ્ટિ ઉદય પામ્યાનું સૂચન કરે છે અને તેથી તે અવશ્ય કર્તવ્ય છે.
આગળની ભૂમિકામાં મારો આત્મા કેવી રીતે વર્તી રહ્યો છે? હું જે શ્રદ્ધી રહ્યો છું અને જાણી રહ્યો છું તેથી મારો આત્મા બંધનને પામશે કે બંધનથી છૂટશે ? આમ વારંવાર સમયે સમયે અને પ્રસંગે પ્રસંગે જે પોતાના વર્તનની ચકાસણી કરી, પૃથક્કરણ કરી જેમ પોતાને મોહ-મમતા ઘટે અને વિવેક-સમતા વધે તેમ વર્તે તે જીવને ક્રમે કરીને જીવનમાં વિવેક ઉદય થાય છે. પ્રશ્ન : ૪ આવા વિવેકની આરાધનાનો ક્રમ કેવી રીતે અંગીકાર કરવો ? ઉત્તર : ૪ વિવેકની આરાધના દ્વારા મોહ-મમતાનો નાશ કરવો તે સાધકનું
લક્ષ છે. તે મોહનો નાશ બે પ્રકારના વિવેકથી છે. ઊલટું શ્રદ્ધાન અને ઊલટું જ્ઞાન જેના વડે નાશ પામે તે પ્રથમ પ્રકારનો વિવેક અને સર્વ મોહમમતાનો જેના વડે નાશ થાય તે બીજા પ્રકારનો વિવેક (અર્થાત્ સમતા). વિવેક અને સમતાની સાધના સાપેક્ષ
છે, અન્યોન્યાશ્રિત છે, એકબીજાની પૂરક છે. પ્રથમ. અવિવેક અથવા મોહનો નાશ કરવા માટે શ્રી સગરની પાસેથી તત્ત્વજ્ઞાનનો બોધ પ્રાપ્ત કરવો જોઈએ અને મળેલા બોધને અનુસરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. દેહ આદિ જગતના જડ પદાર્થોમાંથી આત્મબુદ્ધિ છોડવાનો અભ્યાસ કરવો જોઈએ અને તે દૃઢ કરવા સત્સંગ, શાસ્ત્રાધ્યયન, પ્રભુભક્તિ અને સણસંપાદનની આરાધનામાં આત્મજાગૃતિપૂર્વક લાગી જવું જોઈએ. જેમ જેમ આ પૂરુષાર્થનું દૃઢપણે અનુસરણ થાય છે તેમ તેમ જીવ ઉપરથી મોહની પકડ ઢીલી થતી જાય છે. આ પકડ ઘણી ઢીલી થઈ જતાં તત્ત્વવિચારના બળથી તે છેવટે છૂટી જાય છે અને સાધક અજ્ઞાનનો નાશ કરી જ્ઞાની – સંત બને છે.
સમતાની વિશેષ સાધના વડે મમતાનો સર્વથા નાશ કરવા વિશિષ્ટ વ્રતાચરણ અને તપની આવશ્યકતા છે, જેમાં એકાંત-સાધના, મૌન, અલ્પાહાર, બ્રહ્મચર્ય. સતત આત્મજાગૃતિ અને અંતે ઉત્તમ આત્મધ્યાન દ્વારા મહાઆનંદપ્રદ સમાધિદશાની વારંવાર પ્રાપ્તિ થઈ સર્વ કર્મબંધનનો અને મમતાનો નાશ થવાથી જીવનમુક્ત દશા પ્રગટે છે.
આમ સામાન્યપણે વિવેકપ્રાપ્તિનો ક્રમ કહ્યો. વિશેષ ગુરુ-ગમથી જાણવા યોગ્ય છે. પ્રશ્નઃ ૫ સાધનામાં વિવેકની ક્યાં સુધી જરૂર છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org