________________
સહજવાણી ભા. ૨
૨
૭.
(૧૦) વિનયગુણની સામાન્ય આરાધના જો કે ઘણા મુમુક્ષુઓમાં જોવામાં આવે છે, પરંતુ સલ્લાસ્ત્રો પ્રત્યે જેટલો જોઈએ તેટલો અને જેવો જોઈએ તેવો વિનય દેખાતો નથી. જ્ઞાનીનાં વચનોને જ્ઞાની જેવું માન આપવાથી જ્ઞાનની વૃદ્ધિ થઈ ઉલ્લાસભાવ પ્રગટે છે અને લોકોમાં પણ એક ઉત્તમ શિષ્ટાચાર-પ્રણાલીનો ઉદ્ભવ થાય છે.
(૧૧) દયાનું સૂક્ષ્મ સ્વરૂપ વીતરાગદર્શનના માધ્યમથી જાણીએ તો મહાન લાભનું કારણ થાય. આવા સ્વરૂપની યથાર્થ સમજણ મહાજ્ઞાની દ્વારા જ ખરેખર પ્રાપ્ત થઈ શકે છે; છતાં બને તેટલો પ્રયત્ન કરવો યોગ્ય
(૧૨) શાસ્ત્ર-અધ્યયનની સાથે સાથે તત્ત્વચિંતનનો અભ્યાસ પણ. આવશ્યક છે. ચિંતન વગરનું વાચન વિંધ્ય તર સમાન છે અને જેને સાચું એકાંતચિંતન કરવાની ટેવ પડે છે તેના જીવનમાં અવશ્ય અનેક ગુણો ચરિતાર્થ થવા લાગે છે. મોક્ષાર્થે કરેલું તત્ત્વચિંતન આત્મશુદ્ધિનું સર્વોત્તમ સાધન જાણીએ છીએ, પણ આવા ચિંતનની દુwાપ્યતા પણ તેટલી જ પ્રસિદ્ધ છે.
(૧૩) જીવનશુદ્ધિથી ચિંતનશુદ્ધિ, ચિંતનશુદ્ધિથી ચિત્તશુદ્ધિ, ચિત્તશુદ્ધિથી ચિત્તસ્થિરતા, ચિત્તસ્થિરતાથી પરમ સમાધિ અને પરમ સમાધિથી પરમ આનંદથી પ્રાપ્તિ થાય છે. આ જાણે સામાન્ય ક્રમ કહ્યો. વિશેષ તો આત્માનુભવી ગુરુ પાસેથી જાણવો રહ્યો.
(૧૪) જ્યાં સુધી સાંપ્રદાયિક દૃષ્ટિનો આગ્રહ રહ્યા કરે છે અને તેમાં જ ગતાનુગતિકપણે વર્તન થયા કરે છે, ત્યાં સુધી વિચારોની નિર્મળતા ઉપર લક્ષ જતું નથી. હે સાધક ! ઘણાં વિધિ-વિધાન કરીને, ઘણી ક્રિયાઓ પાળીને. ઘણાં શાસ્ત્રો વાંચીને કે અન્ય સાધનાઓમાં પ્રવૃત્ત થઈને પણ આત્માની નિર્મળતા જ પ્રાપ્ત કરવાની છે. માટે દિનપ્રતિદિન પોતે પ્રાપ્ત કરેલી નિર્મળતાનું અંતરમાં વિશ્લેષણ કરવું જોઈએ, નહિ તો લક્ષની સિદ્ધિ થતી નથી.
(૧૫) જે સ્થળે પૂર્વે મહાત્માઓએ સંયમ-તપની આરાધના કરી હોય તેવાં પવિત્ર એકાંત સ્થાનોમાં, તીર્થક્ષેત્રોમાં અથવા જ્યાં સપુરુષોનો કે મુમુક્ષુઓનો પ્રત્યક્ષ સમાગમ સહજપણે પ્રાપ્ત થઈ શકે તેવી આશ્રમાદિ પરમાર્થસંસ્થાઓમાં વારંવાર રહેવાની ટેવ પાડવી જોઈએ. આવાં ક્ષેત્રોમાં સાધકને સહેજે સહેજે સાધનામાં પ્રેરણા મળે છે, કારણ કે અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org