________________
આત્મભાવના
આત્માનો જેવો મૂળ સ્વભાવ છે તેને અનુરૂપ વિચાર કરવો, મનન કરવું, સ્મરણ કરવું, મંથન કરવું, નિશ્ચય કરવો, અનુપ્રેક્ષા કરવી – આ સઘળું આત્મભાવનાના નામથી ઓળખાય છે. ટૂંકમાં કહીએ તો આત્મભાવના એટલે આત્માની ભાવના. જે ભાવનાનું લક્ષ અથવા મધ્યબિંદુ શુદ્ધાત્મતત્ત્વ હોય તેવી આત્માને શુદ્ધ કરવાના આશયથી ભાવવામાં આવતી સઘળી વિચારસરણી તે આત્મભાવના જ છે.
હવે અહીં આત્મભાવનાની આરાધના બાબત વિશેષ એ ખ્યાલમાં રાખવાનું છે કે જેનું સ્મરણ-મનન કરવું હોય તેનું સર્વતોમુખી જ્ઞાન આવશ્યક છે, કારણ કે જેનાં ગુણ-લક્ષણાદિને બરાબર ન જાણતા હોઈએ તે પદાર્થનો ભાવ આપણને ભારે નહિ કે આપણું ચિત્ત તેમાં ચોટે નહિ. જેમાં ચિત્ત ચોટે નહિ તેની વિચારણા કેવી રીતે લંબાવી શકાય ? અથત આત્માના પરિજ્ઞાન વિના આત્મભાવના યથાયોગ્યપણે બની શકતી નથી.
મૂળદૃષ્ટિએ વિચારતાં આત્મા શુદ્ધ, શાશ્વત, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી અને જ્ઞાતા-દ્રાપણે રહેવાના સ્વભાવવાળો છે એમ લક્ષણ વડે જાણીને, જડ, ક્ષણભંગુર અને મલિન એવા આ દેહથી તેનું સ્પષ્ટ રીતે ભિન્નપણું જાણવું જોઈએ. આમ એક જગ્યાએ રહ્યા હોવા છતાં દેહ અને આત્મા, વસ્ત્ર અને શરીર અથવા મ્યાન અને તલવાર કે તલ અને તેલની જેમ જુદા છે, એવો અફર નિર્ધાર આત્મભાવના ભાવવા માટે આવશ્યક છે. ઘાંચીએ જેમ ઘાણી ચાલુ કરતાં પહેલાં જ તલ અને તેલનું જુદાપણું પોતાની માન્યતામાં નક્કી કરી નાખ્યું છે અને માવો બનાવનાર કંદોઈને જેમ દૂધ સગડા પર ચડાવતાં પહેલાં જ દૂધ અને પાણીનો સ્વભાવ જુદો છે એવો નિરધાર કરી લીધો છે તેમ યથાયોગ્ય ભેદજ્ઞાનની પ્રક્રિયાના અભ્યાસ દ્વારા (આત્મભાવનાના અભ્યાસ દ્વારા) દેહ અને આત્માના જુદાપણાનો અનુભવ થઈ શકે છે, એવો બુદ્ધિ દ્વારા મુમુક્ષુ નિશ્ચય કરી લે છે. આ અભ્યાસને તત્ત્વપરિજ્ઞાન કહેવામાં આવે છે અને તેનો અર્થ, વસ્તુનું યથાર્થ સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org