________________
સહજવાણી ભા. ૨
(૧) આત્મકલ્યાણને ઇચ્છતા એવા આ આત્માએ વારંવાર સત્સંગનો લાભ લઈને આત્મશુદ્ધિરૂપી કાર્ય કરવું.
(૨) કોઈ પણ એક નિયત પ્રશસ્ત ક્રમમાં પોતાના ચિત્તને જોડવાથી અને તેને અનુરૂપ પોતાની પ્રવૃત્તિ ગોઠવવાથી સાધના માર્ગમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.
(૩) સરળતા વડે સહેલાઈથી મોક્ષમાર્ગમાં ચડીને આગળ વધી શકાય
(૪) સમજણપૂર્વક અને ભાવપૂર્વક તીર્થવંદના કરવાથી ધનનો લોભ ઘટે, સત્પષનો યોગ મળે, દાનધર્મમાં પ્રવૃત્તિ થાય, શરીરનું શાતાશીબિયાપણું ટળે અને વાત્સલ્ય તથા પ્રભાવનારૂપ ગુણો વૃદ્ધિ પામે.
(૫) નિયમિત સ્વાધ્યાય કરવાથી બુદ્ધિ વધે, તત્ત્વોનો નિર્ણય થાય, ક્રોધાદિ ભાવો ઘટવાથી આત્મા વિશુદ્ધ બને અને પૂર્વે થયેલા આચાર્યો અને સંતો પ્રત્યે બહુમાન આવે.
(૬) ત્રણે કાળમાં મુમુક્ષુઓ ખૂબ જ ઓછા હોય છે. આ કાળે ખરેખરા મુમુક્ષઓ અત્યંત વિરલ છે એવો અનુભવ થાય છે.
(૭) પૂર્વભવના કોઈ વિશિષ્ટ આરાધકને બાદ કરતાં, પારમાર્થિક દૃષ્ટિની પ્રાપ્તિ સ્વયં થવી પરમ દુર્લભ છે. જો પોતે પ્રામાણિક બને અને સંતનો પ્રત્યક્ષ યોગ આરાધે તો તેવી દૃષ્ટિ ક્રમે કરીને ઉદય પામે. આમ થવા માટે વિનય, ખંત, ધીરજ, સહનશીલતા આદિ ગુણોની આરાધના કરીને ઉત્તમ મુમુક્ષુપણું પ્રગટ કરવું જોઈએ.
(૮) સમયના સદુપયોગ પ્રત્યે અત્યંત જાગ્રત રહેવું જોઈએ. થોડો પણ સમય મળ્યે, તુરત તેને પરમાર્થ-સાધનામાં લગાડી દેવો જોઈએ.
(૯) સંતોનાં અને આચાર્યોનાં વચનો લખવાની ટેવ પાડવી. એક મોટા ચોપડામાં ચોખ્ખા અક્ષરે લાલ-લીલી શાહીથી શાંતિપૂર્વક પરમપ્રેમથી ગાથાઓ કે શ્લોકો પોતાને સમજાય તે ભાષામાં લખવા. એક વાર લખવાથી, દસ વાર વાંચ્યા જેટલો ફાયદો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org