________________
૨૬૮
સાધક-સાથી
સંસાર-પ્રપંચની કે એવી બીજી નિરર્થક વાતો હોતી નથી. ઘનિષ્ઠ સ્વાધ્યાય-સાધના અને બ્રહ્મચર્યની વિશિષ્ટપણે સિદ્ધિ માટે પવિત્રતાનાં સ્પંદનોથી વ્યાપ્ત એવાં આ ક્ષેત્રોમાં નિવાસ કરવો માત્ર સહાયક જ નહિ, પણ અત્યંત આવશ્યક જાણીએ છીએ. પ્રાયશ્ચિત
(૧૬) પ્રાયશ્ચિત કહો, પ્રાર્થના કહો, આલોચના કહો કે પ્રતિકમણ કહો, મૂળ મુદ્દાની વાત એક જ છે અને તે એ કે પોતા વડે થયેલા દોષોને પ્રામાણિકપણે સદગુરુ કે પરમાત્મા સમક્ષ રજૂ કરવા, પોતાથી થયેલા દોષોની સાચા ભાવથી માફી માગવી અને પ્રાયશ્ચિત્તરૂપે તેઓ જે આજ્ઞા કરે તે દંડરૂપ ગ્રહણ કરવી, જેમ કે એક આહાર છોડી દેવો, એક રસ છોડી દેવો. અમુક રકમ દાનમાં આપવી કે ઇષ્ટમંત્રની ત્રણ માળાઓનો જાપ કરવો ઇત્યાદિ.
– ઈશ્વર પ્રત્યે સાચી સમર્પણતાના ભાવ સહિત માફી માગ્યા પછી તે દોષો થવાનો ખેદ વિસ્મૃત કરવો.
- ફરીથી તે દોષો ન થાય તેવો દૃઢ નિશ્ચય કરવો.
– જે સાધક સાચા દિલથી પોતાના દોષોની શુદ્ધિની પ્રાર્થના કરે છે તેને મહાન ફળની પ્રાપ્તિ થાય છે. આમ હોવાથી જ પૂર્વાચાર્યોએ પ્રાયશ્ચિતને અંતરંગ તપમાં ગણી તે વડે ઘણાં કર્મોની નિર્જરા થવી (એકદેશપણે આત્માથી કર્મો છૂટી જવાં તે) કહી છે.
– દરેક કક્ષાના સાધક માટે આ એક મહાન ઉપકારી સાધન છે. મહાન ફળની પ્રાપ્તિ હોવા છતાં એમાં કોઈ મોટું કષ્ટ વેઠવું પડતું નથી તેથી આપણે તેને અવશ્ય ગ્રહણ કરીએ. ધ્યાન
(૧૭) ધ્યાનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રથમ થોડો સમય ભક્તિ-સ્વાધ્યાય કરવાં. પછીથી આસન પર સ્થિર થઈ શરીરને શિથિલ થવા દેવું.
- સદ્ગુરુ કે પરમાત્માના સ્વરૂપનું, તેમના ગુણોનું અને તેમના જીવનના બનાવોનું ઉલ્લાસભાવથી સ્મરણ કરવું.
– ઉત્તમ શ્લોકો, ગાથાઓ અને પદોનું ધીમે ધીમે ઉચ્ચારણ કરવું અને તેમાં વર્ણવેલા શુદ્ધ આત્મતત્ત્વના ગુણોનું ચિંતન કરવું. – આત્માને સ્થિર પ્રકાશમય જ્યોતિરૂપે ભાવીને તેના For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
For Private