________________
પંચમહાવ્રતની આરાધના
૨૬૧
બોલતા નહિ કે એવો વિચાર પણ મનમાં કરતા નહિ. આવા નિમહારાજને બ્રહ્મચર્ય કે અપરિગ્રહ આદિ બધાં મહાવ્રતોનું પાલન સંપૂર્ણપણે હોય તે કહેવાની આવશ્યકતા જ રહેતી નથી.
જેમ બહારથી તેઓ મહાવ્રતનું પાલન કરતા તેમ અંતરંગ કામ-ક્રોધ-લોભ આદિ શત્રુઓ પર પણ તેમણે વિજ્ય મેળવ્યો હતો. એક વાર મધ્યપ્રદેશના લલિતપુર પાસે રાજાખેડા ગામમાં કોઈ દુર્જન પુરુષોએ ભેગા થઈને મહારાજશ્રીને મારવાનો નિર્ણય કર્યો. પરંતુ તેઓ તો પોતાના ધ્યાનમાં લીન જ રહેલા. જ્યારે પોલીસે આવીને આ દુર્જનને પકડ્યા ત્યારે મહારાજશ્રીએ પોતે જ તેમને છોડવા માટે પોલીસ પર દબાણ કરાવ્યું. આવી ક્ષમા જોઈને પોલીસના માણસો તો આભા જ બની ગયા. આવી ક્ષમામૂર્તિ હતા તે જૈનાચાર્ય !
આમ લગભગ ચાળીસ વર્ષ સુધી મહાવ્રતોનું ચીવટપૂર્વક પાલન કરીને ઈ.સ. ૧૯૫૫માં પોતાની આત્મસાધનાના કળશરૂપે તેઓએ સલ્લેખના દહાસક્તિનો. ક્રોધાદિ ભાવોનો અને આહારનો સ્વૈચ્છિક આજીવન ત્યાગ) ધારણ કરીને સમાધિમરણની પ્રાપ્તિ કરી.
આ મહાપુરુષ તે બીજા કોઈ નહિ પણ પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજા
[૨] પંચમહાવ્રતધારી ત્યાગી પુરુષોને પોતાની સાધના નિર્દોષપણે નિભાવવામાં અનેક પ્રકારની મુસીબતો આવતી જ રહે છે, જેને તેઓ સમભાવથી સહન કરીને પોતાનું આત્મબળ વધારતા રહે છે.
મુનિશ્રી રત્નચન્દ્રજી મહારાજનું સંવત ૧૯૪૪નું ચાતુર્માસ આગ્રા મુકામે થયું હતું. તે ચાતુર્માસ પૂર્ણ થતાં તેઓ ભરતપુર થઈને જયપુર તરફ જવા રવાના થયા હતા. સૂર્યાસ્ત થવાને અધકલાકની વાર હતી તેથી તેઓએ એક મંદિર દેખાતાં ત્યાં જઈને રાત્રિવાસ માટે પૂછવું પણ સંમતિ ન મળી. પાસે એક ચોતરા જેવી જગ્યા હતી ત્યાં આવતા-જતા ગાડાંવાળાઓ આવતા અને તાપણીઓ કરતા તેથી રાખના ઢગલા પડેલા. આવી ખુલ્લી જગ્યામાં જ તેઓએ અત્યંત ઠંડી હોવા છતાં નિવાસ કર્યો.
આવી રીતે અનેક નાનાં નાનાં ગામોમાં નિર્જન અને હિંસક પશુઓ તથા ધાડપાડુઓવાળાં ભયાનક સ્થાનોમાં તેઓને રાત્રિવાસ કરવો પડતો. પંજાબમાં અને ઉત્તર મેવાડમાં ભિક્ષામાં પણ અનેક પ્રકારની વિપરીતતાઓ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org