________________
સાધક-સાથી
મૂકીને એક આત્મભાવમાં આવવા નિરંતર અભ્યાસ કરો. જો પ્રમાદમાં રહેશો તો હાથમાં આવેલો અવસર ચૂકી જશો અને પાછળથી પસ્તાશો. અમારું તો સૌને જાગ્રત થવા માટે જ કહેવું થાય છે.’
[૨]
૨૫૬
યૂક ઑફ વેલિંગ્ટન ઇંગ્લેડના એક મહાન સેનાપતિ થઈ ગયા. તેઓનો નિદ્રા ઉપર અભૂતપૂર્વ કાબૂ હતો. પથારીમાં પડ્યા કે તુરત જ તે સૂઈ ગયા હોય અને સવારે ઊઠતાં સુધી તેમને કાંઈ વિક્ષેપ પડતો નહિ.
એક વાર તેમને ઘેર તેમના કોઈ ઉમરાવ મિત્ર આવેલા. સૂવા માટે તેમનો તદ્દન સાંકડો અને સાદો પલંગ જોઈ તેઓ બોલ્યા : “અરે યૂક સાહેબ ! તમારા જેવા મોટા પુરુષને આવો પલંગ કેવી રીતે ફાવે છે ? તેમાં તો પડખું ફેરવવું પણ ફાવે એવું નથી.' તુરત જ યૂક સાહેબે જવાબ આપ્યો : હું એમ માનું છું કે તંદુરસ્ત માણસને જ્યારે ઊંઘમાં પાસું ફેરવવું પડે ત્યારે તેની ઊંઘ પૂરી થઈ ગઈ છે અને તેણે તુરત જ પથારી છોડી દેવી જોઈએ.’
જીવનના કોઈ પણ ક્ષેત્રે મહાન પદવીને પામનાર પુરુષોનું જાગૃતિભર્યું પ્રેરણાત્મક જીવન કેવું હોય છે તેનું આ જીવતું જાગતું દૃષ્ટાંત.
[૩]
શબ્દી શેખ નામના એક ફારસી લેખકનો એક પુત્ર રાત્રે ઊઠીને કુરાન વાંચતો હતો. પુત્રને આવો ઉદ્યમી જોઈ શેખે પ્રસન્નતા વ્યક્ત કરી, પરંતુ આમ કરવાથી પેલો છોકરો તો ફુલાઈ ગયો અને કહે ઃ બીજા બધા ભાઈઓ તો આ સમયે ઘોર નિદ્રામાં પડેલા છે, માત્ર એક હું જ સાવધાનીથી ધર્મની આરાધનામાં લાગેલો છું.'
શબ્દી શેખે તુરત જ પ્રત્યુત્તર વાળ્યો : “બેટા ! રાત્રે ઊઠીને આ પ્રમાણે પોતાની આપવડાઈ કરવી અને બીજાઓની નિંદા કરવી તેના કરતાં તો સૂવું જ સારું છે !’
પ્રમાદના અનેક પ્રકાર છે. તેમાંથી બે-ત્રણ પ્રકારના પ્રમાદમાં એકસાથે પ્રવર્તવા કરતાં સૂઈ રહેવારૂપ અલ્પ પ્રમાદ કરવો સારો, એમ અહીં શેખસાહેબનું યુક્તિયુક્ત કથન સાંભળી તેમના પેલા કુરાન વાંચનાર પુત્રની આંખ ઊઘડી ગઈ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org