________________
૭૮
સાધક-સાથી
સંકલ્પબળ દ્વારા અને સત્યસમાગમ દ્વારા તેમાં જીત મેળવવાનું કામ સહેલું છે, સરળ છે અને સ્વાભાવિક છે, કારણ કે જીવનો તે સ્વયંસિદ્ધ અધિકાર છે; અને વાસ્તવિકપણે એમ જ છે; કારણ કે નિવપદની પ્રાપ્તિ એ પોતાનો અધિકાર કેમ ન હોય ?
વિભાવભાવોનાં જીવંત દૃષ્ટાંતો
| [૧] ભગવાન મહાવીરના સમયની વાત છે.
શ્રમણ સંઘમાં એક વાર જ્ઞાનચર્ચા ચાલી. ચર્ચાનો વિષય હતો : “ભવસાગરમાં વધારે કોણ ડૂબે – કામ, ક્રોધ, લોભી, મોહી કે અભિમાની ?' ઉપસ્થિત શ્રમણોએ પોતપોતાનાં મંતવ્યો રજૂ કર્યો પરંતુ અભિપ્રાય સર્વસંમત ન આવ્યો તેથી સૌએ ભગવાન મહાવીર પાસે જઈ પ્રશ્નનું સમાધાન પૂછ્યું.
ભગવાન મહાવીરે શ્રમણસંઘને વળતો પ્રશ્ન કર્યો કે એક સરસ, સૂકું અકબંધ તુંબડું હોય અને તે પાણીમાં નાખીએ તો તે ડૂબે કે નહિ ?
શ્રમણો : ના ભગવાન, આવું તુંબડું તો ન ડૂબે. ભગવાન? અને તે તુંબડામાં કાણું પડે તો ? શ્રમણો ઃ તો તો ડૂબ્યા વિના રહે નહિ. ભગવાન ? અને તે કાણું ક્યાં પડ્યું હોય તો ન ડૂબે ?
શ્રમણો : ભગવાન ! ઉપર, નીચે, વચ્ચે કે ગમે ત્યાં જો તુંબડામાં કાણું પડે તો તે ડૂળ્યા વિના ન રહે.
ભગવાન : આ જ પ્રમાણે છે શ્રમણો ! આત્માનું પણ જાણો. આ આત્મામાં કોઈ પણ વિકાર હોય – કામ, ક્રોધ, લોભ, મોહ કે અભિમાન – તે વિકારથી આત્મા કર્મબંધનને પામે છે અને કર્મબંધનવાળો આત્મા ભવસાગરમાં ડૂબે જ છે. માટે સાધકમાત્રનું કર્તવ્ય છે કે આત્મશુદ્ધિને સાધવા માટે વિભાવભાવોથી (આવા વિકારોથી) રહિત થવાનો યત્ન કરે અને તે માટે સાચી શ્રદ્ધા, સાચા જ્ઞાન અને સાચા આચરણની એકત્વરૂપ આરાધના કરી મહાન પ્રયત્નથી મોક્ષમાર્ગમાં આરૂઢ થાય.
[]
ગુરુકુળના શાંત વાતાવરણમાં એકાએક બૂમ પડી : “ગુરુજીને વીંછી કરડ્યો છે.”
સૌ વિદ્યાર્થીઓ દોડ્યા. જોયું તો એક-બે શિષ્યો ગુરુજીને પંપાળી રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org