________________
૧૮૦
સાધક-સાથી
(૧૦) સન્શાસ્ત્રોના સ્વાધ્યાયે શુભધ્યાન વિશે મન રાખો, પ્રમાદ, પાતક તો ઝટ છૂટે, ઉપશમ-અમીરસ ચાખો.
અહોહો ! પરમ શ્રત-ઉપકાર !
ભવિને શ્રત પરમ આધાર. સશાસ્ત્રના ઉપકારનાં જીવંત દૃષ્ટાંતો
સૌરાષ્ટ્રમાં આવેલા સોનગઢના જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રણેતા અધિષ્ઠાતા પૂ. શ્રી કાનજી સ્વામીના જીવનની આ વાત છે. મૂળ તેઓએ શ્રી સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી. વિ.સં. ૧૯૭૮માં તેઓને આચાર્ય શ્રી કુંદકુંદવિરચિત ‘સમયસાર ગ્રંથ પ્રાપ્ત થયો. તેના વાચનથી તેઓને શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણીને ખૂબ ઉલ્લાસ આવ્યો અને તેઓ સમયસાર ગ્રંથના અધિકારી વિદ્વાન તથા અધ્યાત્મપ્રેમી બન્યા. આમ સત્યાસ્ત્રની પ્રાપ્તિ થવાથી તેમના જીવનમાં એક મહાન પરિવર્તન આવ્યું. અને તેઓશ્રીના પ્રભાવથી અનેક ઉત્તમ અધ્યાત્મગ્રંથોનું ગુજરાતીમાં ભાષાંતર થયું.
[૨]
લગભગ અઢાર વર્ષ પહેલાંની વાત. મુંબઈમાં લાખો રૂપિયાની વાર્ષિક આવકવાળા એક વેપારીને તેમના એક મિત્રે એક પુસ્તક વાંચવા માટે આપ્યું ઃ આ વેપારીએ પ્રથમ તેનું સામાન્ય અવલોકન કર્યું. પણ જેમ જેમ આગળ વાંચતા ગયા તેમ તેમ જાણે કે તેમના હૃદયને તે વેધક વચનો યશ ગયાં. પોતે સંગીતના ખૂબ શોખીન હતા અને અનેક પ્રકારના સાગરંગમાં ડૂબેલા હતા. થોડા જ વખતમાં આ પુસ્તકના વાચનની અસરથી તેઓએ બધી પ્રવૃત્તિ સંકેલી દેવલાલી (નાસિક રોડ પાસે, મહારાષ્ટ્ર)માં એક સુંદર આશ્રમ બનાવી, બહ્મચર્યવ્રત ગ્રહણ કરી, ભક્તિમય સાદું જીવન અંગીકાર કર્યું.
આ વેપારી તે બીજા કોઈ નહિ પણ શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, દેવલાલીના મુખ્ય ટ્રસ્ટી આત્માર્થી શ્રી જયસિંગભાઈ, અને આ પુસ્તક તે ગુજરાતી ભાષાના અપૂર્વ અધ્યાત્મજ્ઞાનકોશ-સ્વરૂપ “શ્રીમદ્ રાજચન્દ્ર' આ ગ્રંથમાં ભરેલી અદ્દભુત અનુભવવાણીના જાદુએ “રંગીન’ જયસિંગભાઈને સંગીન’ સાધનામાર્ગ તરફ વાળી દીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org