________________
જો
તપ.
ભૂમિકા
જીવનમાં ઉદ્ભવતી વિવિધ પ્રકારની લાલસાઓમાં લપટાઈ ન જવું તે તપ છે. સ્વેચ્છાપૂર્વક સહનશીલતાનો અભ્યાસ કરવો તે પણ તપ છે. પ્રતિકૂળ સંજોગોમાં સમતાભાવ રાખીને સહન કરતાં શીખવું એ તપની આરાધના છે. આત્મા સાથે લાગેલાં કર્મો અત્યારથી છૂટી જાય નિરી જાય) તે પ્રકારે જીવનમાં વર્તવું તેને તપ કહીએ. આત્મબળથી અધિકતા વડે મનના તરંગોને નષ્ટ કરી આત્માનું શોભાયમાન થવું તે મહાન યોગીશ્વરોનું પરમ તપ છે.
જેવી રીતે ખાણમાંથી નીકળેલું સોનું (સુવર્ણરજો જુદી જુદી ભઠ્ઠીઓમાં નાખવામાં આવે તો તેમાં રહેલી મલિનતા તથા વિવિધ અશુદ્ધિઓ નષ્ટ થઈ જાય છે અને શુદ્ધ સોનાની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે કામક્રોધાદિ વિકારોવાળા જીવનને વિવિધ પ્રકારની શુદ્ધીકરણની પ્રક્રિયાઓમાંથી પસાર કરવા વડે કરીને આત્મા નિર્મળ અને નિર્વિકાર થાય તેને તારૂપી આરાધના કહેવામાં આવે છે. તપ તે શુદ્ધીકરણ માટેની તે પ્રક્રિયા છે, જેમાંથી પસાર થયા વિના કોઈ પણ સાધક મહાન સંત બની શકતો નથી. તપના પ્રકારો
પ્રજ્ઞાવંત પૂર્વાચાર્યોએ તપના મુખ્ય બાર પ્રકારો કહ્યા છે – છ બહિરંગ અને છ અંતરંગ. બહિરંગ તપ
. (૧) ઉપવાસ, (૨) અલ્પ-આહાર (ઊણો આહાર), (૩) વૃત્તિઓનું નિયંત્રણ, (૪) રસત્યાગ, ૫) એકાંત-આસન, (૬) કાયકલેશ. આ છે પ્રકારનાં બાહ્ય તપ છે. તેને બાહ્ય તપ એટલા માટે કહેવાય છે કે તે તપનું આચરણ બીજાઓ જાણી-જોઈ શકે છે અને તેથી આ તપ બહારમાં પ્રગટરૂપે દેખાય છે.
- પાંચ ઇન્દ્રિયના વિષયો, ક્રોધાદિ કષાય અને ચાર પ્રકારના આહાર (ખાદ્ય, સ્વાઘ, લેહ્ય, પેય)નો ત્યાગ કરવો તેને ઉપવાસ કહેવામાં આવે છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only